મોરબી નગર પાલિકાનાં વોર્ડ નં. ૧૨ લીલાપર-કેનાલ મેઇન રોડ ઉપર નવી સ્ટ્રીટ લાઇટ નાખવા માંગ મોરબીમાં ચેક રિટર્નના કેસમાં આરોપીને 1 વર્ષની સજા, બમણી રકમનો દંડ ​​​​​​​મોરબીમાં રાઘવજીભાઈ ગડારાના અધ્યક્ષ સ્થાને ગડારા પરિવારનું સ્નેહ મિલન યોજાયું મોરબીમાં તૂટેલા નાલા મુદે નારાજ લોકોએ રસ્તો ચક્કાજામ કરીને બોલાવી રામધુન મોરબીમાં જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યની હાજરીમાં રવિ કૃષિ મહોત્સવ યોજાયો ચરાડવા ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત મહિલા યુવા કલ્યાણ દિવસનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરમાં મચ્છુ નદી ઉપર પુલ વહેલી તકે બનાવી આપવાની મ્યુનિ.કમિશ્નરની સાંસદની હાજરીમાં ખાત્રી મોરબીના બેલાથી ભરતનગર સુધી સીસી રોડ બનાવવાના કામનો વર્ક ઓર્ડર અપાયો: સિરામિક એસો.
Breaking news
Morbi Today

વાંકાનેરમાં યુવાનને તિક્ષણ હથિયારના 17 ઘા ઝીકિને કરવામાં આવેલ નિર્મમ હત્યાના ગુનામાં ત્રણ આરોપીને આજીવન કેદની સજા


SHARE













વાંકાનેરમાં યુવાનને તિક્ષણ હથિયારના 17 ઘા ઝીકિને કરવામાં આવેલ નિર્મમ હત્યાના ગુનામાં ત્રણ આરોપીને આજીવન કેદની સજા

મોરબી જિલ્લાના વાંકાનેર શહેરમાં આવેલ જીનપરા જકાતનાકા પાસે અમરનાથ સોસાયટીમાં વર્ષ 2022 માં યુવાનની તિક્ષણ હથિયારના 17 જેટલા ઘા ઝીકિને હત્યા કરવામાં આવી હતી જે કેસ મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાલી ગયો હતો અને તેમાં સ્પેશ્યલ સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલો અને રજૂ કરવામાં આવેલા પુરાવાઓને ધ્યાને લઈને કોર્ટે ત્રણ આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે.

મોરબી જિલ્લાના વાંકાનેર શહેરમાં આવેલ જીનપરા જકાતનાકા પાસે સપ્ટેમ્બર 2022 ના રોજ મોડીરાત્રીના મારામારીના બનાવ બન્યો હતો જેમાં અમરનાથ સોસાયટીમાં ગજાનંદ ઇન્ડસ્ટ્રીઝ વાળા અમિતભાઈ અશ્વિનભાઈ કોટેચા (૩૮) નામના યુવાનને તિક્ષણ હથિયારના એક કે બે નહીં 17 જેટલા ઘા મારીને તેની નિર્મમ હત્યા કરવામાં આવી હતી અને આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈ હીમાંશુભાઇ ઉર્ફે કાનો અશ્વીનભાઇ કોટેચાએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલ હતી જેના આધારે પોલીસે ત્રણ આરોપી ઇનાયત ઉર્ફે ઇનીયો અયુબભાઇ પીપરવાડીયા રહે. લક્ષ્મીપરા વાંકાનેર, ઇમરાન ફારૂકભાઈ છબીબી રહે, ખોજાખાના શેરી, વાંકાનેર અને સરફરાજ હુશેનભાઈ મકવાણા રહે. વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજૂ કરીને આરોપીઓને જેલ હવાલે કર્યા હતા જે કેસ કોર્ટમાં ચાલી જતાં 10 સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતા અને પુરાવાઓના આધારે ત્રણેય આરોપીઓને આજીવન કેદની સજા કોર્ટે ફટકારી છે

આ કેસમાં સ્પેશ્યલ સરકારી વકીલ તરીકે ભાગીરથસિંહ ડોડિયાને મૂકવામાં આવ્યા હતા તેમજ ફરિયાદી તરફે મોરબીના વકીલ જીતેન્દ્રસિંહ જાડેજા રોકાયેલ હતા અને તેઓએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, મૃતક અમિતભાઈના મિત્ર સુરેશભાઇ વિષ્ણુદાસ ગોંડલીયાએ વ્યાજે આરોપી પાસેથી 40 હજાર રૂપિયા લીધેલ હતા અને તે પૈસા માટે તેને હેરાન કરવામાં આવતો હતો જેથી તેને હેરાન નહીં કરવા માટે ઈમરાન અને ઇનાયત નામના બે શખ્સોને અમિતભાઇએ કહ્યું હતું જે તેને સારું નહીં લગતા સરફરાજ મકવાણાના કહેવાથી ઈમરાન તેમજ ઇનાયત છરી અને ગુપ્તી વડે તેના ઉપર હુમલો કર્યો હતો ત્યારે અમિતભાઈને તિક્ષણ હથિયાર્ન 17 ઘા ઝીકિ દેવામાં આવ્યા હતા જેથી તેનું મોત નીપજયું હતું.

ઉલેખનીય છે કે, ઈમરાન અને ઇનાયતએ અમિતભાઈની હત્યા કર્યા પછી ભાગતા ભાગતા તેઓએ સરફરાજને ફોન કરીને કહ્યું હતુ કે, લાલનું પૂરું કરી નાખ્યું છે જે નજરે જોનાર એક માત્ર સાક્ષી વિરલ બુદ્ધદેવ દ્વારા ફરિયાદીને જણાવવામાં આવ્યું હતું, હાલમાં ત્રણેય આરોપીને સજા કરવામાં આવેલ છે અને મૃતકના પત્નીને ત્રણ લાખનું વળતર આપવા માટેનો હુકમ કરવામાં આવેલ છે. વાંકાનેરમાં લોહાણા યુવાનની વર્ષ 2022 માં હત્યા કરવામાં આવી હતી ત્યારથી તેઓના પરિવારજનોએ ન્યાય પ્રણાલી અને સ્પેશ્યલ સરકારી વકીલ ઉપર વિશ્વાસ હતો કે આ કેસમાં તેઓને ન્યાય મળશે અને આજે અમિતભાઈ કોટેચાની હત્યા કરનારા ત્રણેય આરોપીઓને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે ત્યારે મૃતકના પરિવારની આંખમાં હર્ષના આંસુ જોવા મળ્યા હતા અને કોર્ટે કરેલ ન્યાયથી તેઓએ સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. 




Latest News