હળવદના જુના દેવળીયા ગામે સાથે ફરવાની ના કહેતા યુવાન અને તેના પરિવાર ઉપર ત્રણ શખ્સોએ કર્યો ધારિયા-ધોકા વડે હુમલો મોરબીના પાવળીયારી પાસે કારખાનાના ક્વાર્ટરમાં યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત: લાલપર નજીક કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીના સોખડા આકાશી વીજળી પડતા પોતાના ખેતરમાં ઉભેલા યુવાનનું મોત જલેબી-ભજીયાનો મેળો માણવો હોય તો આવું પડે મોરબી જીલ્લાના વાંકાનેરમાં: લોકોની અનોખી આસ્થા-શ્રધ્ધા દર્શન મોરબી જિલ્લામાં છેલ્લી 24 કલાકમાં અડધાથી લઈને પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ: હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સટાસટી મોરબીના બેલા ગામ નજીક સીરામીક કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીના મોટી વાવડી ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત માળીયા નજીક ઓનેસ્ટ હોટલ સામેથી પસાર થતા ભારે વાહન નીચે પડતું મૂકીને યુવાને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં એચ.આઈ.વી. ચેપગ્રસ્ત દર્દીઓને રાશન કીટ વિતરણ


SHARE















મોરબી જીલ્લામાં એચ.આઈ.વી. ચેપગ્રસ્ત દર્દીઓને રાશન કીટ વિતરણ

પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે મોરબી જિલ્લામાં મોરબી ડીસ્ટ્રીકટ નેટવર્ક પીપલ્સ વીથ એચ.આઈ.વી. એઈડ્સ કંટ્રોલ (એમ.ડી.એન.પી) દ્વારા ડિસ્ટ્રિક્ટ ટીબી ઓફિસર ડો.ધનસુખ અજાણા તેમજ પ્રોગ્રામ કો- ઓર્ડીનેટર પિયુષભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ સિવિલ હોસ્પિટલ મોરબી ખાતે એ.આર.ટી. ની દવા લેતા તમામ સગર્ભા બહેનો, વિધવા બહેનો તથા બાળકોને રાશન કીટ વિતરણ કરવા માટેનું જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતે આયોજન કરવામાં આવ્યુ હતુ.

આ કાર્યક્રમ માટે (એમ.ડી.એન.પી) મોરબીના સભ્યો રાજેશભાઈ લાલવાણી, રાજેશભાઈ જાની, જયદીપભાઇ નિમાવત, ભાવનાબેન ચાવડા તથા કૃણાલભાઈ ત્રિવેદીએ સિરામિક ગ્રુપ તેમજ લોકલ દાતાઓ શોધી દાતાશ્રીઓ મારફત ૫૦ જેટલી કિટ મેળવીને દર્દીઓને આપી હતી.આ ઉપરાંત આગામી સમયમાં આવતા દિવાળીના તહેવાર નિમિત્તે પણ સંસ્થા દ્વારા કીટ વિતરણનું આયોજન કરવાનું હોય મોરબી જિલ્લાના દાતાશ્રીઓને અપીલ છે કે વધુમાં વધુ કીટ આપીને સહભાગી બને અને દાન-સહયોગ માટે રાજેશભાઈ લાલવાણી (મો.૭૫૬૭૫ ૧૭૪૬૨), રાજેશભાઈ જાની (મો.૯૯૯૮૭ ૩૨૪૬૦), જયદીપભાઇ નિમાવત (મો.૯૪૨૮૯ ૧૫૫૦૬), ભાવનાબેન ચાવડા (મો.૭૫૬૭૦ ૬૨૭૭૨) અથવા કૃણાલભાઈ ત્રિવેદી (મો.૯૯૧૩૧૧૯૮૭૯) સંપર્ક કરવો તેમ યાદીમાં જણાવેલ છે




Latest News