વાંકાનેર સીટી પોલીસે ડુંગળીની આડમાં લઇ જવાતી દારૂની નાની-મોટી 7518 બોટલ સહીત 60 લાખના મુદામાલ સાથે એકને પકડયો
SHARE








વાંકાનેર સીટી પોલીસે ડુંગળીની આડમાં લઇ જવાતી દારૂની નાની-મોટી 7518 બોટલ સહીત 60 લાખના મુદામાલ સાથે એકને પકડયો
વાંકાનેર સીટી પોલીસ સ્ટાફ નાઈટ રાઉન્ડમાં હતો તે દરમિયાનમાં સ્ટાફને મળેલ બાતમીમે આધારે વોચ ગોઠવવામાં આવી હતી અને ત્યારે ત્યાંથી નીકળેલ ડુંગળી ભરેલા આઇસરને અટકાવવામાં આવ્યુ હતુ.બાદમાં આઇસકની તલાસી લેવામાં આવતા તેમાંથી દારૂની નાની-મોટી 7518 બોટલ દારૂ મળી આવ્યો હોય હાલમાં દારૂનો જથ્થો, રોકડ રકમ, આઇસર તથા ડુંગળીના કટ્ટા સહિત 60 લાખના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.
વધુમાં મળતી માહિતી પ્રમાણે આગામી દિવસોમાં તહેવાર આવી રહ્યા હોય દારૂ-જુગારની ગેર કાયદેસર પ્રવૃતિઓ ઉરર ખાસ વોચ રાખવા માટે રેન્જ આઈજી અશોકકુમાર યાદવ દ્વારા સૂચના આપવામાં આવેલ હોય જેને પગલે મોરબી જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠી દ્વારા જિલ્લામાં દારૂ-જુગારની પ્રવૃત્તિને કડક હાથે ડામી દેવા સૂચના કરેલ હોવાથી વાંકાનેર-ટંકારા વિભાગના ડીવાયએસપી એસ.એચ.સારડાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના પીઆઇ હુકુમતસિંહ જાડેજા તથા સ્ટાફ વોચ તપાસમાં હતો.તે દરમિયાનમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના યશપાલસિંહ પરમાર તથા રવિભાઇ લાવડીયાને સંયુકતપણે બાતમી મળી હતી કે ટાટા આઇસર નંબર GJ 12 BX 5679 માં સડેલી તથા સારી મીકસ ડુંગળીના કટ્ટાની આડમા વિદેશી દારૂ ભરી વાંકાનેર બાઉન્ટ્રી તરફથી મોરબી તરફ જનાર છે.
આ હકિકત આધારે ઉપર અધિકારીઓને વાકેફ કરીને પોલીસ સ્ટાફના માણસોએ નેશનલ હાઇવે રોડ જકાત નાકા પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન હકિકત મુજબનું આઇસર વાહન નિકળતા તેને રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.જોકે આઇસર ચાલકે આઇસર વાહન ભગાડી મુકતા આઇસરનો પીછો કરીને વઘાસીયા ટોલપ્લાઝા પહેલા દ્વારકાધીશ હોટલ સામે હાઇવે રોડ ઉપરથી આઇસરને પકડી પાડવામાં આવ્યુ હતુ.આઇસરની તલાસી લેવામાં આવતા તેમાંથી વિદેશી દારૂ એવરગ્રીન વ્હીસ્કીની 4078 બોટલ તથા રોયલ સિલેકટ કાવટરની 2784 બોટલો તેમજ રીતઝ વ્હીસ્કીના 656 કાવટરીયા જેની કિંમત રૂા.53,01,160 તથા આઇસર વાહન નંબર GJ 12 BX 5679 તથા એક મોબાઇલ ફોન, સડેલી તથા સારી ડુંગળીના 80 ક્ટા, તાલપત્રી,ર રસ્સો તથા રોકડ રકમ મળીને કુલ રૂા.60,02,220 ની કિંમતના કુલ મુદામાલ સાથે સ્થળ ઉપરથી મોહમદઉસ્માન મોહમદઉમર મેવુ મુસ્લીમ રહે.પુનહાના જી.મેવાત હરીયાણાને પકડી પાડવામાં આવ્યો હતો.
દારૂનો આ અધધ જથ્થો ક્યાંથી ભરવામાં આવ્યો હતો ? અને અહીં ક્યાં પહોંચાડવાનો હતો ? તે સહિતની દિશાઓમાં હવે આગળની તપાસ કરવામાં આવશે.આ રેડની કામગીરીમાં વાંકાનેર સીટી પીઆઇ એચ.એ.જાડેજા, પીએસઆઇ વિ.કે.મહેશ્વરી અને સ્ટાફના જનકભાઇ પટેલ, યશપાલસિંહ પરમાર, રવિભાઇ લાવડીયા, ધર્મેન્દ્રભાઇ વાઘડીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, વિશ્વરાજસિંહ ઝાલા, વનરાજસિંહ ઝાલા, બળદેવસિંહ જાડેજા, રાણીંગભાઇ ખવડ, દર્શીતભાઇ વ્યાસ, હિતેન્દ્રસિંહ ઝાલા, સંજયભાઇ બોરીચા અને વિપુલભાઇ પરમારે કરી હતી.
લજાઇ પાસે અકસ્માતમાં ઇજા
મોરબીના ટંકારા તાલુકાના લજાઇ ગામે રહેતા છગનભાઈ દેવકરણભાઈ કોટડીયા નામના 58 વર્ષના આધેડ બાઈક લઈને જતા હતા ત્યારે ગામમાં સ્લીપ થઈ જતા ઇજાગ્રસ્ત હાલતમાં મોરબી લાવવામાં આવ્યા હતા. જ્યારે લાલપર ગામ પાસે આવેલ હોટલ રાધે નજીક રહેતો રાકેશકુમાર લલનસિંહ નામનો 32 વર્ષનો યુવાન વાંકાનેર હાઇવે ઉપરથી બાઈક લઈને જતો હતો ત્યારે ઢુવા નજીક વરમોરા સીરામીક પાસે વાહન અકસ્માતમાં ઇજા થતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો. જ્યારે અમદાવાદ ગીતામંદિર નજીક અજાણ્યા બાઇકવાળાએ હડફેટે લેતા લાલજીભાઈ ગોવિંદભાઈ પરમાર (77) રહે.ચરાડવા તળાવ પાસે સમલી રોડ બસ સ્ટેશન નજીક તા.હળવદને ઇજાગ્રસ્ત હાલતમાં મોરબી લાવવામાં આવ્યા હતા.
મારામારીમાં ઇજા
મોરબીના માળિયા મીંયાણા તાલુકાના વવાણીયા ગામે થયેલ મારામારીના બનાવમાં સોમાભાઈ જીવાભાઇ કારૂ (ઉમર 27) રહે.વવાણીયા નામના યુવાનને ઇજાઓ થઈ હોય તેને સારવાર માટે અહિંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો. તેમ પોલીસસુત્રોએ જણાવે છે અને તપાસ શરૂ કરી છે.જ્યારે પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં રહેતા હીરૂબેન નારણભાઈ તોડરમલ નામના 59 વર્ષના વૃધ્ધાને બાઇક સ્લીપ થવાના અકસ્માત બનાવમાં ઇજા પામેલ હાલતમાં સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.તેમજ મોરબીના શ્યામ પાર્ક પાસે બાઈક સ્લીપ થઇ જવાના બનાવમાં મનોજકુમાર વાઘજીભાઈ જેઠલોજા (39) રહે.અવની ચોકડી મોરબીને ઇજાગ્રસ્ત હાલતમાં સાગર હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયો હતો.તે રીતે જ મોરબીની વીસી હાઇસ્કૂલ પાસે થયેલ મારામારીના બનાવવામાં શેરમામદ ઇબ્રાહીમ ભટ્ટી (ઉમર 30) રહે.વીસીપરા મોરબીને ઇજા થતા સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમ પોલીસ સુત્રોએ જણાવીને બનાવોની તપાસ શરૂ કરી હતી
