મોરબી નગર પાલિકાનાં વોર્ડ નં. ૧૨ લીલાપર-કેનાલ મેઇન રોડ ઉપર નવી સ્ટ્રીટ લાઇટ નાખવા માંગ મોરબીમાં ચેક રિટર્નના કેસમાં આરોપીને 1 વર્ષની સજા, બમણી રકમનો દંડ ​​​​​​​મોરબીમાં રાઘવજીભાઈ ગડારાના અધ્યક્ષ સ્થાને ગડારા પરિવારનું સ્નેહ મિલન યોજાયું મોરબીમાં તૂટેલા નાલા મુદે નારાજ લોકોએ રસ્તો ચક્કાજામ કરીને બોલાવી રામધુન મોરબીમાં જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યની હાજરીમાં રવિ કૃષિ મહોત્સવ યોજાયો ચરાડવા ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત મહિલા યુવા કલ્યાણ દિવસનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરમાં મચ્છુ નદી ઉપર પુલ વહેલી તકે બનાવી આપવાની મ્યુનિ.કમિશ્નરની સાંસદની હાજરીમાં ખાત્રી મોરબીના બેલાથી ભરતનગર સુધી સીસી રોડ બનાવવાના કામનો વર્ક ઓર્ડર અપાયો: સિરામિક એસો.
Breaking news
Morbi Today

વાંકાનેરના આણંદપર ગામના પાટીયા પાસે બાઇક સ્લીપ થતાં ઈજા પામેલા યુવાનનું સારવારમાં મોત


SHARE













વાંકાનેરના આણંદપર ગામના પાટીયા પાસે બાઇક સ્લીપ થતાં ઈજા પામેલા યુવાનનું સારવારમાં મોત

વાંકાનેરના પાડરા મકતાનપર રોડ ઉપર આણંદપર ગામના પાટીયા પાસેથી યુવાન પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર બાઈક સ્લીપ થયું હતું અને બાઇક રોડ સાઈડમાં નીચે ઉતરી જવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને ગંભીર ઇજા થયેલ હતી જેથી કરીને તે યુવાનનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના મોટા ભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના માટેલ ગામના મૂળ રહેવાસી અને હાલમાં વાંકાનેરના નવાપરા વિસ્તારમાં રહેતા રાહુલભાઈ બેચરભાઈ ધેણોજા (26) નામનો યુવાન પાડરા મકતાનપર રોડ ઉપર આણંદપર ગામના પાટીયા પાસેથી પોતાનું બાઈક નંબર જીજે 36 એક્યુ 5502 લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેનું બાઈક કોઈ કારણોસર સ્લીપ થઈ ગયું હતું જેથી બાઈક રોડ સાઈડમાં નીચે ઉતરી ગયું હતું અને યુવાનને માથામાં અને શરીરે ગંભીર ઇજાથઈ હતી જેથી તેને સારવારમાં લઈ ગયા હતા જો કે, સારવાર કારગત ન નિવડતા તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈ હરેશભાઈ બેચરભાઈ ધેણોજા (33) રહે. માટેલ વાળાની ફરિયાદ લઈને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

યુવતી સારવારમાં

મોરબીમાં આવેલ અંબિકા રોડ ઉપર રહેતા હેતવીબેન સંજયભાઈ (18) નામની યુવતી કોઈ કારણોસર દવા પી જતા તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

વૃદ્ધ સારવારમાં

મોરબીમાં આવેલ વૈભવનગરમાં વૈભવ એપાર્ટમેન્ટ ખાતે રહેતા મગનભાઈ ભગવાનજીભાઈ લોરીયા (64) નામના વૃદ્ધ સાયકલમાં જતા હતા ત્યારે બાઈક વાળાએ તેને હડફેટે લેતા કામધેનુ સામેના ભાગમાં અકસ્માતનો બનાવ બન્યો હતો અને તે બનાવમાં ઇજા પામેલ વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે અને આ બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી




Latest News