ટંકારાના લજાઈ અને અને હળવદમાં પડી જવાથી ઇજા પામેલા એક-એક યુવાનનું મોત
હળવદના દીઘડીયા ગામે પરિણીતાને મરવા મજબુર કરવાના કેસમાં પતિ-જેઠાણી સામે ગુનો નોંધાયો
SHARE







હળવદના દીઘડીયા ગામે પરિણીતાના આપઘાત કેસમાં પતિ-જેઠાણી સામે ગુનો નોંધાયો
હળવદના દીઘડીયા ગામે રહેતી પરણીતાને તેણીના બેન્ક એકાઉન્ટમાં પડેલા રૂપિયાથી આણામાં સોનાના ઘરેણા લાવવા માટે તેના પતિ દ્વારા કહેવામાં આવતું હતું અને મૃતક મહિલાના જેઠાણી દ્વારા મૃતકના પતિની ચડામણી કરવામાં આવતી હોવાથી તેને દુઃખ ત્રાસ આપવામાં આવતો હતો જેથી પરણીતાએ આપઘાત કર્યો હતો જે બનાવમાં મૃતક મહિલાના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મૃતક મહિલાના પતિ અને જેઠાણીની સામે મરવા મજબૂર કરવાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના રાજગઢ ગામે હાલ રહેતા હિતેશકુમાર પુંજાભાઈ ચાવડા (19) એ તેના જમાઈ વિઠ્ઠલભાઈ ઉર્ફે વિશાલભાઈ ચતુરભાઈ મકવાણા અને હીરાબેન દિનેશભાઈ મકવાણા રહે.બંને દીઘડીયા તાલુકો હળવદ વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેઓના બહેન રેખાબેનના લગ્ન થયા બાદ તેણીના બેંક એકાઉન્ટમાં રહેલા રૂપિયાથી આણામાં સોનાના ઘરેણા લાવવા માટે થઈને તેના પતિ દ્વારા કહેવામાં આવતું હતું અને તેના માટે ફરિયાદીના બહેનના જેઠાણી હીરાબેન તેઓની ચડામણી કરતા હતા જેથી ફરિયાદીના બહેનને તેના પતિ દ્વારા શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો અને બે દિવસ પહેલા રાત્રિના સમયે ફરિયાદીની બહેન સાથે તેના પતિએ ઝઘડો કર્યો હતો જે બાબતે તેને લાગી આવતા તેઓએ કંટાળી જઈને તેના ઘરે આપઘાત કરી લીધો હતો જેથી ફરિયાદીના બહેનને મરવા માટે મજબૂર કરનાર તેના પતિ અને જેઠાણી સામે હાલમાં મૃતક મહિલાના ભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
વૃદ્ધા સારવારમાં
મોરબીમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા ચંદ્રિકાબેન રાવલ (78) નામના વૃદ્ધા બાઈકમાં બેસીને ઘર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઈજા પામેલ વૃદ્ધાને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવી છે.
