વાંકાનેરના આણંદપર ગામના પાટીયા પાસે બાઇક સ્લીપ થતાં ઈજા પામેલા યુવાનનું સારવારમાં મોત
હળવદના સમલી ગામે ધોળા દિવસે માતાજીના મઢમાં દાન પેટી તોડીને રોકડા એક લાખની ચોરી
SHARE







હળવદના સમલી ગામે ધોળા દિવસે માતાજીના મઢમાં દાન પેટી તોડીને રોકડા એક લાખની ચોરી
હળવદના સમલી ગામે ચામુંડા માતાજીના મઢમાં તસ્કરે ધામા નાખ્યા હતા અને ધોળા દિવસે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા માતાજીના મઢમાં રાખવામાં આવેલ દાન પેટી તોડવામાં આવેલ છે અને તેમાંથી અંદાજિત એક લાખ રૂપિયાની ચોરી કરવામાં આવેલ છે જેથી આધેડ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા હળવદ તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મોરબીના નાની વાવડી ગામે રહેતા બાબુભાઈ ઉર્ફે કાળુભાઈ પાલાભાઈ ચીરોડીયા (52) એ અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, હળવદના સમલી ગામે ફરિયાદીના ચામુંડા માતાજીના મઢમાં કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ગઈકાલે સવારે 8:00 થી 10:00 વાગ્યાના સમયગાળા દરમિયાન ચોરીની ઘટનાને અંજામ આપેલ છે અને મઢમાં દિવાલમાં ફીટ કરવામાં આવેલ દાન પેટી તોડીને તેમાં રહેલ અંદાજે એક લાખ રૂપિયાની ચોરી કરવામાં આવેલ છે જેથી આધેડ દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બાઈક સ્લીપ
મોરબીના ઊંચી માંડલ ગામે રહેતા જાવેદભાઈ શબ્બીરભાઈ (28) નામનો યુવાન બાઇક લઈને ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે તેને માથામાં ઇજા થઈ હતી જેથી તે યુવાનને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મહિલા સારવારમાં
મોરબીમાં રહેતા ભાનુબેન રાજુભાઈ (45) નામના મહિલા કારના ટાયર પાસે સુતેલા હતા અને કાર ચાલુ થઈ જતા ટાયર ચડી જવાના કારણે તેમને ઇજા થઈ હતી જેથી તેઓને સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
