મોરબી, વાંકાનેર અને હળવદ વિસ્તારમાં જુગારની 9 રેડ: 31 શખ્સો 57,620 ની રોકડ ખાતે ઝડપાયા, બે ની શોધખોળ
મોરબીના બાયપાસ રોડે સોસાયટીમાં કાર ધીમે ચલાવવાનું કહેતા યુવાન સહિત બે વ્યક્તિને પાંચ શખ્સો દ્વારા ઢીકા પાટુનો મારમાર્યો: જાનથી મારી નાખવાની ધમકી
SHARE







મોરબીના બાયપાસ રોડે સોસાયટીમાં કાર ધીમે ચલાવવાનું કહેતા યુવાન સહિત બે વ્યક્તિને પાંચ શખ્સો દ્વારા ઢીકા પાટુનો મારમાર્યો: જાનથી મારી નાખવાની ધમકી
મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ કૈલાશ પાર્ક સોસાયટીમાં ભગવતી હોલની પાસે રહેતા યુવાનના ઘર પાસેથી કાર લઈને નીકળેલા શખ્સને કાર ધીમે ચલાવવા માટે કહ્યું હતું જે તેને સારું નહીં લાગતા ત્યારબાદ બે કાર લઈને પાંચ શખ્સો ત્યાં આવ્યા હતા અને યુવાને તથા અન્ય એક વ્યક્તિને ગાળો આપીને ઢીકાપાટુનો મારમાર્યો હતો તેમજ યુવાનને માથા, મોઢા અને હોઠ ઉપર ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી યુવાને સારવાર લીધા બાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ કૈલાશ પાર્ક સોસાયટી ભગવતી હોલ પાસે રહેતા મનોજભાઈ ભીખાભાઈ કલોલા (35) એ હાલમાં મારુતિ સ્વિફ્ટ ગાડીના ચાલક તથા તેમાં બેઠેલી વ્યક્તિ અને તેના મામા તથા કિયા સેલ્ટોસ ગાડી લઈને આવેલ શખ્સ અને તેમાં બેઠેલ શખ્સ સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓના ઘર પાસેથી નંબર પ્લેટ વગરની મારુતિ સ્વિફ્ટ ગાડી લઈને નીકળેલા શખ્સને ગાડી ધીમે ચલાવવા માટે થઈને કહ્યું હતું જે તેને સારું નહીં લાગતા ત્યારબાદ કિયા સેલ્ટોસ ગાડી અને મારુતિ સ્વિફ્ટ ગાડીમાં કુલ પાંચ શખ્સો ત્યાં આવ્યા હતા અને ત્યારે ફરિયાદી તેમજ મહેશભાઈ ની સાથે બોલાચાલી કરીને તેને ગાળો આપી હતી તેમાં ઢીકાપાટુનો માર માર્યો હતો ત્યારે મારુતિ સ્વિફ્ટ ગાડીના ચાલકે ફરિયાદીને માથાના આગળ અને પાછળના ભાગે તથા હોઠના ભાગે મારમારીને ઈજા કરી હતી તેમજ મહેશભાઈને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો અને બંનેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ઈજા પામેલા બંને વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
આધેડ સારવારમાં
લખધીરનગર (નવાગામ) ખાતે રહેતા અઘારા હેમંતભાઈ મોહનભાઈ (56) નામના આધેડ ઘરે હતા ત્યારે અચાનક તેઓ ચાલતા વખતે પડી ગયા હતા જેથી કરીને તેમને ઈજા થતાં ઇજાગ્રસ્ત હાલતમાં તેઓને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
બાળક સારવારમાં
મોરબીમાં આવેલ રણછોડનગરમાં રહેતા અમિતભાઈ ધંધુકિયાનો ત્રણ વર્ષનો દીકરો કાનો ઘરે રમતા રમતા સીડીના પગથીયા ઉપરથી પડી જતા તેને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી તે બાળકને સારવાર માટે પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
