વાંકાનેરની સેન્સો ચોકડી અને બાઉન્ડ્રી નજીકથી કુલ 50 બિયરના ટીન સાથે બે શખ્સ ઝડપાયા
SHARE








વાંકાનેરની સેન્સો ચોકડી અને બાઉન્ડ્રી નજીકથી કુલ 50 બિયરના ટીન સાથે બે શખ્સ ઝડપાયા
વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સેન્સો ચોકડી પાસેથી 30 બિયરના ટીન સાથે એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો આવી જ રીતે વાંકાનેર બાઉન્ડ્રી પાસે આવેલ ચેકપોસ્ટ નજીકથી 20 બીયરના ટીન સાથે એક શખ્સને ઝડપી લેવામાં આવેલ છે અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બંને ગુના નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેર તાલુકાના સરતાનપર ગામની સીમમાં આવેલ સેન્સો ચોકડી પાસેથી બાઈક લઈને એક શખ્સ પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી બીયરના 30 ટીન મળી આવતા પોલીસે 5,400 ની કિંમતમાં બિયરનો જથ્થો તથા બાઇક નંબર જીજે 13 બીએચ 7521 જેની કિંમત 50 હજાર રૂપિયા આમ કુલ મળીને 55400 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી અશોકભાઈ કેશાભાઈ સીતાપરા (24) રહે હાલ સંજયભાઈ ના મકાનમાં નવા જાંબુડીયા ધર્મસિદ્ધિ સોસાયટી મોરબી મૂળ રહે. વગડીયા ખારાની વાડીમાં તાલુકો મુળી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુના નોંધાયો છે આવી જ રીતે વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકા પાસે ચેકપોસ્ટ નજીકથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી બિયરના 20 ટીન મળી આવતા પોલીસે 3600 રૂપિયાની કિંમતનો બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી સંદીપભાઈ માનસંગભાઈ પલાળીયા (20) રહે હાલ સનરાઈઝ પાર્ક સોસાયટી માલીયાસણ ગામ તાલુકો રાજકોટ મૂળ રહે રેશમિયા તાલુકો ચોટીલા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે પણ વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે
અકસ્માતમાં ઇજા
મોરબીના લોહાણાપરા વિસ્તારમાં રહેતા આરીફભાઈ અબ્દુલભાઈ (27) નામનો યુવાન એક્ટીવા લઈને રાજકોટ તરફ જઈ રહ્યો હતો ત્યારે મીતાણા ગામ નજીક કોઈ કારણોસર વાહનમાંથી પડી જવાના કારણે તેને શરીરે ઇજાઓ થઈ હતી અને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી
મારામારીમાં ઈજા
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં વિનોદભાઈ પરમાર (22) નામના યુવાનને ઇજા થઈ હોવાથી ઇજાગ્રસ્ટને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે
બાઈક સ્લીપ થતા ઇજા
મૂળ યુપીનો રહેવાસી તૈયબ મુસ્તાકભાઈ અન્સારી (28) નામનો યુવાન સોરીસો ચોકડી પાસેથી બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો અને તે બનાવમાં ઇજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલમ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે
