ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે પ્રાચીન ભારતીય સંસ્કૃતિ સાથે જન્માષ્ટમી ઉજવાઇ


SHARE













મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે પ્રાચીન ભારતીય સંસ્કૃતિ સાથે જન્માષ્ટમી ઉજવાઇ

મોરબીમાં આવેલ નવયુગ સંકૂલ ખાતે સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયાના માર્ગદર્શન મુજબ ભારતીય સસ્કૃતિને અનુરૂપ એવી સ્વને ઉજાગર કરતી પરંપરા મુજબ જન્માષ્ટમી તથા મટકી ફોડનો કાર્યક્રમ યોજાયો હતો. બાલ ગોપાલની મુર્તિને દેશી વાજિંત્રો સાથે શોભાયાત્રા કરવામાં આવી હતી. તેમજ અલગ અલગ પ્રકારના સ્લોટ ઊભા કર્યા હતા. જેમાં ગોકુળ વૃંદાવન, દેવકી, કૃષ્ણ સુદામા, તેમજ હિંડોળે ઝુલાવી પ્રાચીન ટીપણી રાસ, વૃંદાવન રાસ, કૃષ્ણ-સુદામા નાટક પણ ભજવવામાં આવ્યું હતું. જેમાં કે.જી.થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. મહાઆરતી માટે સુંદર મજાની ઝાંખી ગોઠવવામાં આવી હતી, મહાઆરતીમાં વિભાગીય વડાઓ જોડાયા હતા. વિદ્યાર્થીઓ દ્વારા વૃંદાવનની યાદ અપાવે તેવા સુંદર મહારાસ રજૂ કરાયો હતો. બાળ-કૃષ્ણ સાથે જોડાયેલ ગોપુરમકે જે ખાસ માખણ ચોરીને ખાવા માટે મિત્રો સાથે લીલા કરતાં અને સાથે મળીને ખાતા. તેવી જ રીતે કે.જી.થી કૉલેજ સુધીના દરેક વિભાગની ગોરસ ભરેલી મટકી-ફોડના કાર્યક્રમ યોજ્યો હતો. નવયુગ વિદ્યાલય ખાતે પણ જન્માષ્ટમી પર્વ રંગેચંગે ઉજવાયું હતું.જેમાં શોભાયાત્રા,પ્રાચીન રાસ,નાગ દમન વગેરે અદભૂત કૃતિઓ રજૂ કરી હતી. ત્યાર બાદ નવયુગ પ્રેપ સેક્શનના નાના નાના ભૂલકાઓએ મટકી ફોડ કાર્યક્રમની સાથે સાથે પ્રાસંગિક અને દેશભક્તિ ડાન્સ રજૂ કર્યા હતા આ તકે સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયા તથા રંજનબેન પી. કાંજીયાએ તમામ સ્ટાફને ધન્યવાદ પાઠવ્યા હતા. આ કાર્યક્રમોને સફળ બનાવવા માટે મેનેજિંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસાવાડીયાએ સંકલન કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.






Latest News