મોરબીના પાવળીયારી પાસે કારખાનાના ક્વાર્ટરમાં યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત: લાલપર નજીક કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીના સોખડા આકાશી વીજળી પડતા પોતાના ખેતરમાં ઉભેલા યુવાનનું મોત જલેબી-ભજીયાનો મેળો માણવો હોય તો આવું પડે મોરબી જીલ્લાના વાંકાનેરમાં: લોકોની અનોખી આસ્થા-શ્રધ્ધા દર્શન મોરબી જિલ્લામાં છેલ્લી 24 કલાકમાં અડધાથી લઈને પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ: હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સટાસટી મોરબીના બેલા ગામ નજીક સીરામીક કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીના મોટી વાવડી ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત માળીયા નજીક ઓનેસ્ટ હોટલ સામેથી પસાર થતા ભારે વાહન નીચે પડતું મૂકીને યુવાને કર્યો આપઘાત હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી અજાણી મહિલાનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં સર્વ હિન્દૂ સંગઠનો દ્વારા જન્માષ્ટમીની શોભાયાત્રાનું આયોજન: 18 જગ્યાએ કરશે મટકી ફોડ


SHARE















મોરબીમાં સર્વ હિન્દૂ સંગઠનો દ્વારા જન્માષ્ટમીની શોભાયાત્રાનું આયોજન: 18 જગ્યાએ કરશે મટકી ફોડ

મોરબીમાં દર વર્ષે સર્વે હિંદુ સંગઠન દ્વારા સાથે મળીને જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ ઉજવણી કરવામાં માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને જન્માષ્ટમીના દિવસે મોરબીમાં ભવ્ય શોભાયાત્રા નીકળશે અને જુદીજુદી જગ્યાએ કુલ મળીને 18 મટકી ફોડ કરવામાં આવશે.

મોરબીમાં જન્માષ્ટમીની ઉજવણી માટે જે આયોજન કરવામાં આવ્યું છે તેની માહિતી આપવા માટે પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં આયોજકોએ જણાવ્યુ હતું કે, આગામી 16 ઓગસ્ટને શનિવારના રોજ સર્વે હિંદુ સંગઠનો દ્વારા જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારે મોરબીના મુખ્ય માર્ગો ઉપર કુલ મળીને 18 સ્થળે મટકી ફોડ કરવામાં આવશે. વધુમાં જણાવ્યુ હતું કે, કૃષ્ણ જન્મોત્સવની શોભાયાત્રા મોરબીના સ્ટેશન રોડે આવેલ જડેશ્વર મંદિરથી શરૂ કરવામાં આવશે અને ત્યાર બાદ સુપર ટોકિઝ, સીપીઆઈ ઓફિસ, પરાબજાર, નવાડેલા રોડ, રિદ્ધિસિદ્ધિ ફટાકડા, ખાખીની જગ્યા, જુના બસ સ્ટેશન, રામ ચોક, સીતા ચોક, ચકિયા હનુમાન, ભગતસિંહ ચોક, યદુનંદન ગેઈટ, નગર દરવાજા, ગ્રીન ચોક થઈ રામ મહેલ મંદિરે પૂર્ણ કરવામાં આવશે.

આ શોભાયાત્રામાં હિંદુ સમાજના અલગ અલગ ફ્લોટ્સ રાખવામા આવશે તેમજ શોભાયાત્રા દરમિયાન વિવિધ સામાજિક-ધાર્મિક સંસ્થાઓ દ્વારા વિવિધ વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવશે. આ શોભાયાત્રામાં સર્વે સનાતની ભાઈઓ-બહેનોને જોડાવવા આયોજકોએ અપીલ કરી છે. અને ખાસ કરીને ભાઈઓએ પીળો ઝભ્ભો પહેરીને અને બહેનોને હિંદુ સંસ્કૃતિ પ્રમાણેના વસ્ત્રો પહેરીને જોડાવવા આહ્વાન કર્યું છે. તેમજ નાના બાળકોને જન્માષ્ટમીના તહેવાર દરમિયાન કાનુડાના વસ્ત્રો પહેરાવીને સાથે લઈ આવવા આયોજકોએ અપીલ કરી છે.




Latest News