મોરબી નગર પાલિકાનાં વોર્ડ નં. ૧૨ લીલાપર-કેનાલ મેઇન રોડ ઉપર નવી સ્ટ્રીટ લાઇટ નાખવા માંગ મોરબીમાં ચેક રિટર્નના કેસમાં આરોપીને 1 વર્ષની સજા, બમણી રકમનો દંડ ​​​​​​​મોરબીમાં રાઘવજીભાઈ ગડારાના અધ્યક્ષ સ્થાને ગડારા પરિવારનું સ્નેહ મિલન યોજાયું મોરબીમાં તૂટેલા નાલા મુદે નારાજ લોકોએ રસ્તો ચક્કાજામ કરીને બોલાવી રામધુન મોરબીમાં જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યની હાજરીમાં રવિ કૃષિ મહોત્સવ યોજાયો ચરાડવા ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત મહિલા યુવા કલ્યાણ દિવસનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરમાં મચ્છુ નદી ઉપર પુલ વહેલી તકે બનાવી આપવાની મ્યુનિ.કમિશ્નરની સાંસદની હાજરીમાં ખાત્રી મોરબીના બેલાથી ભરતનગર સુધી સીસી રોડ બનાવવાના કામનો વર્ક ઓર્ડર અપાયો: સિરામિક એસો.
Breaking news
Morbi Today

વાંકાનેરમાં મેળાના મેદાનમાં ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા 6 વર્ષની બાળકીનું મોત


SHARE













વાંકાનેરમાં મેળાના મેદાનમાં ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા 6 વર્ષની બાળકીનું મોત

વાંકાનેરમાં અમરસિંહજી હાઇસ્કુલના મેદાનમાં મેળાનું ઇલેક્ટ્રીક ફીટીંગ કામ ચાલી રહ્યું હતું દરમિયાન ત્યાં રમતી 6 વર્ષની બાળકીઈલેક્ટ્રીકના ચાલુ વાયરને અડી જતા તેને ઇલેક્ટ્રીક શોટ લાગી ગયો હતો જેથી તે બાળકીનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં રહેતા અજયભાઈ મુંધવાની 6 વર્ષની દીકરી ઉર્વશી વાંકાનેરમાં આવેલ અમરસિંહજી હાઈસ્કૂલના મેદાનમાં મેળાનું ઇલેક્ટ્રીક ફીટીંગ કામ ચાલી રહ્યું હતું ત્યાં રમતી હતી દરમિયાન તેણીકોઈપણ રીતે ઈલેક્ટ્રીકના ચાલુ વાયરને અડી લેતા તેને ઇલેક્ટ્રીક શોટ લાગી ગયો હતો જેથી તે બાળકીનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને તાત્કાલિક વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે  તેને જોઇ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ અંગેની આગળની તપાસ વાલજીભાઈ પરમાર ચલાવી રહ્યા છે




Latest News