મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

ટંકારાના મીતાણા પાસે આવેલ ખોડલધામ આશ્રમમાં મહંતને છરી બતાવીને ચાર શખ્સોએ કરી 87 હજારના મુદામાલની લૂંટ


SHARE









ટંકારાના મીતાણા પાસે આવેલ ખોડલધામ આશ્રમમાં મહંતને છરી બતાવીને ચાર શખ્સોએ કરી 87 હજારના મુદામાલની લૂંટ

ટંકારાના મીતાણા ગામની સીમમાં આવેલ ખોડીયાર માતાજીના મંદિર તથા ખોડલધામ આશ્રમમાં રાત્રિના સમયગાળા દરમિયાન અજાણ્યા ચાર શખ્સો લૂંટ કરવા માટે આવ્યા હતા અને ત્યાં મહંતને છરી બતાવીને તેની પાસેથી સોના-ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા અને દાનપેટીમાં રહેલ રૂપિયા અને બે મોબાઇલ ફોન મળીને કુલ 87,000 ની કિંમતના મુદ્દામાલની લૂંટ કરવામાં આવી છે અને આરોપીઓ નાસી છૂટ્યા છે જેથી હાલમાં ભોગ બનેલ મહંતે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના મીતાણા ગામ પાસે આવેલ ખોડીયાર મંદિર આશ્રમના મહંત રામચરણદાસ માતાજી નારણદાસજી (59)એ અજાણ્યા ચાર શખ્સો સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લૂંટની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે ગત તા.30/7 ના રાત્રીના દોઢથી બે વાગ્યાના અરસામાં અજાણ્યા 4 શખ્સો લૂંટ કરવા માટે ખોડલધામ આશ્રમના તાળાં તોડીને અંદર પ્રવેશ્યા હતા અને ફરિયાદી મહંતને છરી બતાવીને ડરાવી ધમકાવીને લાફા માર્યા હતા તેમજ ધક્કો મારીને નીચે પાડી દીધા હતા અને ત્યારબાદ ફરિયાદી કાનમાં પહેરેલ પોણા તોલાની સોનાની કડી જેની કિંમત 35,000, હાથમાં પહેરેલ ગેંડાનું કડુ, ચાંદીનું પડ ચડાવેલ વાળું જેની કિંમત 2000, ખેતીના ખર્ચા માટે કોથળીમાં રાખેલા રોકડા રૂપિયા 35,000, દાનપેટીમાંથી 5000 રૂપિયા અને બે જુદી જુદી કંપનીના મોબાઈલ ફોન જેની કિંમત 10,000 રૂપિયા આમ કુલ મળીને 87,000 ની કિંમત ના મુદ્દા માલની લૂંટ કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ મહંતે હાલમાં નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને લૂંટ કરીને નાસી ગયેલ શખ્સોને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News