વાંકાનેરના સત્તાપર ગામે વીજ ટ્રાન્સફોર્મર ઉપર ચડી ગયેલ દીપડાનું મોત
વાંકાનેરના પેડક વિસ્તારમાં જવાનું વર્ષો જૂનું જર્જરીત નાલું પાલિકાએ તોડી પાડ્યું
SHARE








વાંકાનેરના પેડક વિસ્તારમાં જવાનું વર્ષો જૂનું જર્જરીત નાલું પાલિકાએ તોડી પાડ્યું
વાંકાનેર શહેરમાં હોસ્પિટલ પાસેથી પેડક વિસ્તારમાં જવા માટે જે નાલું હતું તે વર્ષો જૂનું નાલું જર્જરીત હતું જેથી તેને આજે પાલિકાની ટીમ દ્વારા તોડી પાડવામાં આવે છે.
મળતી વિગત પ્રમાણે અગાઉ મોરબી સહિત જુદી જુદી જગ્યા ઉપર બ્રિજ તૂટી પડવાની ઘટનાઓ બની છે જેને લઈને તંત્ર દ્વારા જોખમી અને જર્જરીત બ્રિજ અથવા તો નાલા હોય તેને ચેક કરીને તેને રીપેર કરવા માટેની તથા તોડી પાડવા માટેની કામગીરી કરવામાં આવતી હોય કે દરમિયાન વાંકાનેર નગરપાલિકા દ્વારા વાંકાનેર શહેરમાં હોસ્પિટલ પાસેથી પેડક વિસ્તારમાં જવા માટેનો જે રસ્તો છે ત્યાં નાલુ બનાવવામાં આવ્યું હતું અને તે વર્ષો જૂનું નાલુ જોખમી બની ગયું હોવાથી તેને તોડી પાડવા માટે થઈને અગાઉ નિર્ણય લેવાયો હતો અને ત્યાં નવું નાલુ બનાવવા માટેનો ઠરાવ પણ થઈ ગયો હોવાનું જાણવા મળી ગયું છે જોકે આ નાલાને હાલમાં તોડી પાડવામાં આવ્યું છે ત્યારે આગામી દિવસોમાં જન્માષ્ટમીના પર્વ સહિતના તહેવારો આવી રહ્યા છે ત્યારે લોકો હેરાન થાય તેવો ઘાટ સર્જાશે જેથી કરીને આ નાલુ તોડી પાડવામાં આવતા અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.
