મોરબી જિલ્લામાં છેલ્લી 24 કલાકમાં અડધાથી લઈને પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ: હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સટાસટી મોરબીના બેલા ગામ નજીક સીરામીક કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીના મોટી વાવડી ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત માળીયા નજીક ઓનેસ્ટ હોટલ સામેથી પસાર થતા ભારે વાહન નીચે પડતું મૂકીને યુવાને કર્યો આપઘાત હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી અજાણી મહિલાનું મોત મોરબીમાં જન્માષ્ટમી નિમિતે ભવ્ય શોભાયાત્રા: 18 સ્થળે મટકી ફોડના કાર્યક્રમ યોજાયા મોરબી જિલ્લા પંચાયતે કારોબારી સમિતિના અધ્યક્ષ પ્રવીણભાઈ સોનાગ્રાના હસ્તે તિરંગા લહેરાવીને સ્વાતંત્ર પર્વની ઉજવણી કરાઇ માળીયા (મી)ના ચીખલી ગામે ખેતરમાં દવાનો છંટકાવ કરતા સમયે ઝેરી અસર થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના સ્વયંભૂશ્રી જડેશ્વર મહાદેવ મંદીરે લોક ભવાઈ કાર્યકમનો આયોજન


SHARE















વાંકાનેરના સ્વયંભૂશ્રી જડેશ્વર મહાદેવ મંદીરે લોક ભવાઈ કાર્યકમનો આયોજન

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલ સ્વયંભૂશ્રી જડેશ્વર મહાદેવ મંદીર ખાતે ભવ્ય લોક ભવાઈ કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં "દાદા નો મજરો" પણ કાલકારો દ્વારા કરવામાં આવશે.

આગામી તા. 18/08/2025 સોમવાર શ્રાવણ વદ- 10 ના રોજ રાતે 9:30 કલાકે સ્વયંભૂ શ્રી જડેશ્વર મહાદેવ મંદિર ગૌશાળાના લાભાર્થે "દાદા નો મજરો" (લોક ભવાઈ કાર્યક્રમ) રાખેલ છે. જેમાં ખાખરાળા ગામના નાયક સ્વ. હરીલાલભાઈ કાનજીભાઈ વ્યાસનું સ્વામી વિવેકાનંદ ભવાઈ મંડળ સંચાલક વિક્રમભાઈ વ્યાસ તથા સાથી કલાકારો પોતાની કલા રજૂ કરશે. તો આ "દાદા નો મજરો" જોવા માટે સર્વે ધર્મપ્રેમી જનતાને સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરના મહંત રતીલાલજી મહારાજ ગુરૂ રવિપ્રકશજીમહારાજ તેમજ લઘુ મહંત જીતેન્દ્રપ્રકાશ ગુરૂ રતિલાલજી મહારાજ અને જડેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટી મંડળ દ્વારા લોકોને ગૌસેવાના કામમાં સહયોગ આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.




Latest News