મોરબીના પાવળીયારી પાસે કારખાનાના ક્વાર્ટરમાં યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત: લાલપર નજીક કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીના સોખડા આકાશી વીજળી પડતા પોતાના ખેતરમાં ઉભેલા યુવાનનું મોત જલેબી-ભજીયાનો મેળો માણવો હોય તો આવું પડે મોરબી જીલ્લાના વાંકાનેરમાં: લોકોની અનોખી આસ્થા-શ્રધ્ધા દર્શન મોરબી જિલ્લામાં છેલ્લી 24 કલાકમાં અડધાથી લઈને પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ: હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સટાસટી મોરબીના બેલા ગામ નજીક સીરામીક કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીના મોટી વાવડી ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત માળીયા નજીક ઓનેસ્ટ હોટલ સામેથી પસાર થતા ભારે વાહન નીચે પડતું મૂકીને યુવાને કર્યો આપઘાત હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી અજાણી મહિલાનું મોત
Breaking news
Morbi Today

માળિયા (મી)ના જૂના ઘાટીલામાં જન્માષ્ટમી ઉજવાવા આયોજન: હળવદમાં બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા રક્તદાન કેમ્પ-શિવ ભજન સંધ્યાનું આયોજન: મોરબીમાં સર્વ પિતૃઓના મોક્ષાર્થે ભાગવત્ સપ્તાહનું આયોજન


SHARE















માળિયા (મી)ના જૂના ઘાટીલામાં જન્માષ્મી ઉજવાવા આયોજન: હળવદમાં બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા રક્તદાન કેમ્પ-શિવ ભજન સંધ્યાનું આયોજન: મોરબીમાં સર્વ પિતૃઓના મોક્ષાર્થે ભાગવત્ સપ્તાહનું આયોજન

માળિયા તાલુકાના જૂના ઘાટીલા ગામે શનિવારે જન્માષ્ઠમી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જયારે હળવદમાં બ્રહ્માકુમારીઝ સંસ્થાના પૂર્વ મુખ્ય પ્રશાસિકા દાદી પ્રકાશમણિજીની 18 મી પુણ્યતિથિ અને વિશ્વ બંધુત્વ દિવસ નિમિતે રક્તદાન કેમ્પ અને શિવ ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે.

માળિયા તાલુકાના જૂના ઘાટીલા ગામે જુના ઘાટીલા યુવા ગ્રુપ દ્વારા તા 16 ને શનિવારે રોજ શ્રી કૃષ્ણ જન્માષ્ઠમી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં બપોરે ૨ વાગ્યાથી રથયાત્રા નો પ્રારંભ થશે જે પંચવટી, શક્તિ પ્લોટ, ઉગમના ઝાંપે  થઈ મેઈન બજારથી આથમણા ઝાંપે સુધી જશે અને ત્યાં મટકી ફોડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જુના ઘાટીલાની સર્વ ધર્મપ્રેમી જનતાને પધારવા જુના ઘાટીલા યુવા ગ્રુપ દ્વારા જાહેર આમંત્રણ આપ્યું છે.

સર્વ પિતૃ મોક્ષાર્થે ભાગવત્ સપ્તાહનું આયોજન

મોરબીમાં શ્રી જલારામ ધામ મહિલા મંડળ દ્વારા જલારામ ધામ ખાતે એ.સી. હોલમાં તા.14/9 થી 20/9 દરમિયાન સર્વ પિતૃ મોક્ષાર્થે 11 પોથી શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞ નુ અનેરૂ આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીજી (ગુરૂજી-ભાવેશ્વરી માતાજી-રામધન આશ્રમ,મોરબી) ના વ્યાસાસનેથી શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે. અને પોથી અંગે વધુ માહિતી માટે ભાવનાબેન અનિલભાઈ સોમૈયા (8511060066) અને સપ્તાહ દરમિયાન બપોરે ફરાળ મહાપ્રસાદ તથા સાંજે મહાપ્રસાદમાં સહયોગ અર્પણ કરવા માટે ગીરીશભાઈ ઘેલાણી (9825082468) ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે

હળવદમાં બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા રક્તદાન કેમ્પ

બ્રહ્માકુમારીઝ સંસ્થાના પૂર્વ મુખ્ય પ્રશાસિકા દાદી પ્રકાશમણિજીની 18 મી પુણ્યતિથિ અને વિશ્વ બંધુત્વ દિવસ નિમિતે રાષ્ટ્રીય રક્તદાન મહાદાન શિબિરનું હળવદમાં આયોજન કરવામાં આવ્યું છે અને રક્તદાનએ મહાદાન છે. એક વ્યક્તિના રક્તનું દાન અનેકોને નવજીવન આપે છે. જેથી કરીને આગામી તા 23 ને શનિવારે રક્તદાન કેમ્પ હળવદમાં આવેલ બ્રહ્માકુમારી કેન્દ્ર ખાતે આયોજન કર્યું છે જેમાં વધુને વધુ લોકોને રક્તદાન કરીને સેવાના કામમાં સહભાગી બનાવ માટે આયોજકોએ અનુરોધ કર્યો છે.

હળવદમાં શિવ ભજન સંધ્યાનું આયોજન

બ્રહ્માકુમારીઝ ના પૂર્વ મુખ્ય પ્રશાસિકા દાદી પ્રકાશમણીજી નિમિતે વિશ્વ બંધુત્વ દિને બ્રહ્માકુમારીઝ તેમજ લાઈફ લાઈન બ્લડ બેન્કના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પની સાથે શિવ ભજન સંધ્યા કાર્યક્રમનું હળવદમાં બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર નાડોદા શેરી દરબારનાકા શરણેશ્વર રોડ ખાતે તા. 22/8 ને શુક્રવારે સાંજે 7:30 થી 10:00 વાગ્યા સુધી આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં રાજુભાઈ સાવલિયા ભજનિક તેમજ લોક સાહિત્યકાર દ્વારા કલા રજૂ કરવામાં આવશે જેથી શિવ પ્રેમી ભક્તજનોને આ કાર્યક્રમમાં આવવા માટે આયોજકોએ અનુરોધ કર્યો છે.




Latest News