મોરબીના જેપુર ગામે પૂર્વ સરપંચના ઘરમાં થયેલ ચોરીના ગુના વધુ એક રીઢો આરોપી પડકાયો
SHARE








મોરબીના જેપુર ગામે પૂર્વ સરપંચના ઘરમાં થયેલ ચોરીના ગુના વધુ એક રીઢો આરોપી પડકાયો
મોરબીના જેપુર ગામે 2024 ના મે માહિનામાં પૂર્વ સરપંચના ઘરમાં ચોરી કરવામાં આવી હતી અને તેના ઘરમાંથી રોકડા રૂપિયા તેમજ સોનાના દાગીના મળીને 9.62 લાખની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાયેલ હતી જે ગુનામાં પોલીસે વધુ એક આરોપીને પકડીને હાલમાં રિમાન્ડ ઉપર લીધેલ છે.
મોરબીના જેપુર ગામમાં તા 21/5/24 ના રોજ રાત્રિના બે થી અઢી વાગ્યાના અરસમાં તસ્કરોએ ધામા નાખ્યા હતા અને ગામના પૂર્વ સરપંચના ઘરમાં ચોરી કરવામાં આવી હતી જેથી પૂર્વ સરપંચ કુંવરજીભાઈ મહાદેવભાઇ કાવઠીયાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી તેમાં જણાવ્યુ હતું કે, તેના ઘરમાંથી રોકડ રકમ આશરે ત્રણ લાખ, સોનાના બે ડોકીયા આશરે બે તોલા, સોનાની પાંચ જોડી બુટી, સોનાની 6 વીંટી, સોનાના 4 ચેઇન, સોનાની 4 બંગડી, સોનાનું કડુ, સોનાની 3 વીંટી અને સોનાનો એક ચેઇન આમ કુલ 9.62 લાખના મુદામાલની ચોરી કરવામાં આવી છે જે ગુનામાં પોલીસે પોલીસે આરોપી રેમસિંગ સોરેસિંગ શિંગાળની ધરપકડ કરી હતી અને બીજા આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી હતી તેવામાં પોલીસે મોરબી તાલુકા પીઆઇ એસ.કે.ચારેલ દ્વારા આરોપી ગૌરવ ઉર્ફે ગોરા ગજેન્દ્રભાઈ જૈન (30) રહે. ગોરી તાલુકા જોબટ અલીરાજપુર એમપી વાળાનો એમપી ખાતેથી ટ્રાન્સફર વોરંટના આધારે કબ્જો લઈને ચોરીના આ ગુનામાં તેની ધરપકડ કરેલ છે અને આ આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અને આ આરોપી અગાઉ અનેક ગુનામાં પકડાયેલ હોવાનું પોલીસે જણાવ્યુ છે.
