હળવદના જુના દેવળીયા ગામે સાથે ફરવાની ના કહેતા યુવાન અને તેના પરિવાર ઉપર ત્રણ શખ્સોએ કર્યો ધારિયા-ધોકા વડે હુમલો મોરબીના પાવળીયારી પાસે કારખાનાના ક્વાર્ટરમાં યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત: લાલપર નજીક કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીના સોખડા આકાશી વીજળી પડતા પોતાના ખેતરમાં ઉભેલા યુવાનનું મોત જલેબી-ભજીયાનો મેળો માણવો હોય તો આવું પડે મોરબી જીલ્લાના વાંકાનેરમાં: લોકોની અનોખી આસ્થા-શ્રધ્ધા દર્શન મોરબી જિલ્લામાં છેલ્લી 24 કલાકમાં અડધાથી લઈને પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ: હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સટાસટી મોરબીના બેલા ગામ નજીક સીરામીક કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીના મોટી વાવડી ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત માળીયા નજીક ઓનેસ્ટ હોટલ સામેથી પસાર થતા ભારે વાહન નીચે પડતું મૂકીને યુવાને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માની હાજરીમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો


SHARE















મોરબીમાં રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માની હાજરીમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો

દેશ સ્વતંત્રતાનાં 78 વર્ષ પૂર્ણ કરી રહ્યો છે. અને આવતીકાલે 79 મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવવામાં આવશે. તે પહેલાં આજના દિવસને ભારતનું વિભાજન થયું હતું અને પાકિસ્તાનનો દુનિયાના નકશા ઉપર જન્મ થયો હતો જેથી વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસતરીકે આજના દિવસને ભાજપ દ્વારા મનાવવામાં આવે છે ત્યારે આજે રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માની હાજરીમાં ભારતીઓએ કરેલા સંઘર્ષ અને બલિદાનને યાદ કરવા માટેનો કાર્યક્રમ યોજાયો.

ભારતના ભાગલા પડ્યા ત્યાર બાદ પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું હતું જો કે, 14 ઓગસ્ટ 1947 ના દિવસે ભારતીઓએ કરેલા સંઘર્ષ અને બલિદાનને યાદ કરવા માટે દેશભરમાં ભાજપ દ્વારા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ મનાવવામાં આવે છે. ત્યારે આજે મોરબીમાં મોરબી જિલ્લા ભાજપ દ્વારા રવાપર રોડે આવેલ નીલકંઠ વિદ્યાલય ખાતે આજે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા હાજર રહ્યા હતા અને તેઓએ કહ્યું હતું કે, વર્ષ 2021 માં વડાપ્રધાન મોદીએ આ દિવસ મનાવવાની ઘોષણા કરી હતી. તેમણે ત્યારે કહ્યું હતું કે, “દેશના વિભાજનની પીડા ક્યારેય ભૂલાવી શકાય તેમ નથી. નફરત અને હિંસાના કારણે આપણા લાખો નાગરિકોએ વિસ્થાપિત થવું પડ્યું હતું અને કેટલાય લોકોએ જીવ ગુમાવ્યા હતા. 

આજે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસે દેશના લોકો તે સમયે જે લોકોએ બલિદાન આપ્યા હતા તેને યાદ કરીને શ્રદ્ધાજલી આપી રહ્યા છે અને જેમણે અરાજકતાના એ માહોલ વચ્ચે પોતાના જીવ ગુમાવ્યા હતા. તેમની વેદનાને લોકો આજે પણ યાદ કરે છે ત્યારે કલ્પના માત્રથી તેઓના શરીરમાંથી કંપારી છૂટી જાય છે. અને બધી વાતો આજની યુવા પેઢી અને આવતી કાલના દેશના નાગરિકો જાણે તેના માટે દેશભરમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ મનાવવામાં આવે છે.

આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પરેઘી, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડીયા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરિયા અને પ્રકાશભાઈ વરમોરા, જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, જેઠાભાઇ મિયાત્રા અને કે.એસ. અમૃતિયા, માજી પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મોરબી શહેર ભાજપ પ્રમુખ રિશીપભાઈ કૈલા, મહામંત્રી ભાવેશભાઈ કંઝારીયા અને ભૂપતભાઇ જારીયા, તાલુકા ભાજપ પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા, જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ભાવનાબેન કૈલા, મોરબી જિલ્લા ભાજપ બક્ષિપંચ મોરચાના પ્રમુખ નિર્મલભાઈ જારીયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને કાર્યક્રમનું સંચાલન અરવિંદભાઇ વસાદડીયા દ્વારા કરવામાં આવ્યું હતું




Latest News