મોરબી જિલ્લાના નવા એસપી મુકેશકુમાર એન. પટેલ: રાહુલ ત્રિપાઠીની અમદાવાદ એસ.ઓ.જી.માં બદલી
SHARE







મોરબી જિલ્લાના નવા એસપી મુકેશકુમાર એન. પટેલ: રાહુલ ત્રિપાઠીની અમદાવાદ એસ.ઓ.જી.માં બદલી
છેલ્લા ઘણા સમયથી આઇપીએસની બદલીની ચર્ચા ચાલી રહી હતી તેવામાં ગઇકાલે ગુજરાત સરકારે એકી સાથે 105 આઇપીએસ અધિકારીઓની બદલીનો આદેશ કર્યો છે. જેમાં મોરબીના એસપીની બદલી કરીને તેઓને અમદાવાદ એસ.ઓ.જી.માં મૂકવામાં આવેલ છે અને મોરબી જિલ્લાના નવા એસપી તરીકે મુકેશકુમાર એન. પટેલને મૂકવામાં આવ્યા છે.
ગઇકાલે ગુજરાતમાં આઇપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવેલ છે જેમાં 25 જિલ્લાના એસપી, ચાર મોટા શહેરના 32 ડીસીપી સહિતના અધિકારીઓનો સમાવેશ થાય છે. અને જો મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબીના એસપી રાહુલ ત્રિપાઠીની મોરબીથી બદલી કરીને નાયબ પોલીસ કમિશનર એસ.ઓ.જી. અમદાવાદ ખાતે નિમણૂક કરવામાં આવી છે. જયારે મોરબી જિલ્લાના નવા એસપી તરીકે મુકેશકુમાર એન. પટેલની નિમણૂક કરવામાં આવેલ છે. ઉલેખનીય છે કે, તેઓ ગાંધીનગર સીઆઈડી (ક્રાઈમ)ના એસપી તરીકે ફરજ બજાવી રહ્યા હતા અને તેઓની બદલી કરીને મોરબીના એસપી તરીકે તેઓને નિમણૂક આપવામાં આવી છે.
