મોરબીના જોન્સનગરમાં ઘરમાંથી 15,600 ની કિંમતની દારૂની 6 બોટલ સાથે મહિલા પકડાઈ: માલ આપનારની શોધખોળ
વાંકાનેરમાં ઝઘડાનું સમાધાન કરવા માટે ભેગા થયેલ યુવાન સહિતના ત્રણ વ્યક્તિ ઉપર ચાર શખ્સોનો હુમલો: છરીના આડેધડ ઘા માર્યા, જાનથી મારી નાખવાની ધમકી
SHARE








વાંકાનેરના વીસીપરામાં સ્મશાન રોડ ઉપર કેબીન પાસે ઝઘડાનું સમાધાન કરવા માટે ભેગા થયા હતા અને સમાધાન થઈ ગયા બાદ ત્યાર આવેલા ચાર શખ્સોએ કેમ અહીં ભેગા થયેલ છો તેવું કહ્યું હતું જેથી બોલાચાલી અને ઝઘડો થયો હતો ત્યારે બે શખ્સોએ યુવાન સહિતનાઓ ઉપર ચાર વડે હુમલો કર્યો હતો અને શરીરે ઇજા કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ભોગ બનેલ યુવાન સહિતનાઓને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચાર શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
જાણવા માહિતી મુજબ વાંકાનેરના વીસીપરામાં રહેતા સોહિલભાઈ મહેબૂબભાઈ કટિયા (20)એ હાલમાં રમેશભાઈ રબારી, સાગર રમેશભાઈ રબારી, બંસી રમેશભાઈ રબારી અને પીન્ટુ ઉર્ફે ઠૂઠો કોળી રહે. બધા વાંકાનેર વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદી તથા ઇજા પામનાર સાહેદ અહેમદભાઈ અને ઋતુરાજસિંહની દરબાર વચ્ચે ઝઘડો અને બોલાચાલી થયેલ હતી તેનું સમાધાન કરવા માટે થઈને તેઓ વીસીપરામાં સ્મશાન રોડ ઉપર ભોયાભાઈની કેબિન પાસે ભેગા થયા હતા અને ત્યારે ત્યાં સમાધાન થઈ ગયું હતું દરમિયાન આરોપીઓએ ત્યાં આવીને કેમ અહીં ભેગા થયા છો તેવું કહીને ફરિયાદી તથા ઇજા પામનારાઓને ગાળો આપી હતી અને તેની સાથે બોલાચાલી તેમજ જપાજપી કરી હતી અને ત્યાર બાદ સાગર રબારી તથા બંસી રબારીએ ફરિયાદી તથા ઇજા પામનારને પેટ, ડાબા હાથની કોણી અને આંખ પાસે છરીના આડેધડ ઘા મારીને ઇજાઓ કરી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાન સહિતના ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને આ બનાવ સંદર્ભે યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચાર શખ્સોની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
