મોરબીના લાતી પ્લોટમાં ઘડિયાળના કારખાનના ગોડાઉનમાં આગથી નુકશાન
મોરબીની જીએમઇઆએસ જનરલ હોસ્પિટલમાં કોલોન કેન્સર સફળત ઓપરેશન કરાયું
SHARE







મોરબીની જીએમઇઆએસ જનરલ હોસ્પિટલમાં 60 વર્ષના વૃદ્ધ દર્દી સારવાર માટે આવ્યા હતા અને તેની તપાસ દરમ્યાન દર્દીને પોલીપોઇડલ માસ & રેક્ટોસિગ્મોઇડમાં અલ્સર (કોલોન કેન્સર) જેવી ગંભીર બીમારી હોવાનું સામે આવ્યું હતું જેથી ડોકટરોની ટીમે સફળતા પૂર્વક કોલોન (atardu) કેન્સરનું ઓપેરશન કર્યું હતું ત્યાર બાદ દર્દીને તેના દર્દમાંથી રાહત મળી હતી.
મોરબીમાં એક 60 વર્ષના વૃદ્ધ દર્દીને છેલ્લા 6 મહિનાથી પેટમાં દુખાઓ, જમ્યા પછી તરત જ પેટ ફુલાઈ જવું, પેટ સફા, શરીરનું વજન ઘટી જવું જેવી તકલીફ હતી. આ દર્દીએ મોરબીમાં આવેલ ગત તા. 4/7/25 ના રોજ જીએમઇઆએસ જનરલ હોસ્પિટલમાં સર્જરી ડીપાર્ટમેન્ટમાં ડૉ. ચિરાગ પનારા પાસે સારવાર લેવા માટે આવ્યા હતા અને ડૉ. ચિરાગ પનારા દ્વારા દર્દીની તપાસ કરીને જરૂરી રિપોર્ટ કરાવ્યા હતા અને દર્દીને પોલીપોઇડલ માસ & રેક્ટોસિગ્મોઇડમાં અલ્સર (કોલોન કેન્સર) જેવી ગંભીર બીમારી હોવાનું સામે આવ્યું હતું ત્યાર બાદ વૃદ્ધ દર્દી ડોકટરની સલાહ મુજબ જીએમઇઆએસ જનરલ હોસ્પિટલ મોરબીમાં કોલોન (atardu) કેન્સરના ઓપેરશન માટે દાખલ થયા હતા અને ગત તા 6/8/25 ના રોજ જીએમઇઆએસ જનરલ હોસ્પિટલ મોરબી ખાતે ફરજ બજવતાં ડૉ. ચિરાગ પનારા, ડૉ. નિશિથ પટેલ, ડૉ. વિમલ દેત્રોજા & એનેસ્થેસિયા ડૉ. રાજેન્દ્ર લોરિયા દ્વારા આ દર્દીનું કોલોન કેન્સર જેવી ગંભીર બીમારી માટેનું જટિલ ઓપેરશનને સફળતાપૂર્વક કરી લગભગ ૫ બાય ૫ સેન્ટી મીટરની ગાંઠ દર્દીના પેટમાંમાંથી બહાર કાઢવામાં આવી હતી. આ ઓપેરશન પછી દર્દીની "શારીરિક સ્થિતિ સારી થતા જીએમઇઆએસ જનરલ હોસ્પિટલ મોરબી માંથી ડિસ્ચાર્જ આપવામાં આવેલ છે અને દર્દી દ્વારા આ જટિલ ઓપેરશનને સફળ કરવા માટે જીએમઇઆએસ જનરલ હોસ્પિટલ મોરબી ખાતે ફરજ બજવતાં ડૉ. ચિરાગ પનારા, ડૉ. નિશિથ પટેલ, ડૉ. વિમલ દેત્રોજા & એનેસ્થેસિયા ડૉ. રાજેન્દ્ર લોરિયા & તમામ હોસ્પિટલ સ્ટાફનો આભાર વ્યકત કર્યો હતો.
