મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત બે વ્યક્તિ પાસા હેઠળ જેલ હવાલે આત્મનિર્ભર: મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા છ યુવતી માટે બ્યુટી પાર્લર-મેહંદી કોર્સની વ્યવસ્થા કરાઇ મોરબીના ઘૂંટુ ગામની સીમમાં કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબી પ્રેસ મીડિયા એસો.ની રચના કરાઇ વિકાસ સપ્તાહ: મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ
Breaking news
Morbi Today

મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા ૨૬૦ વિધાર્થીઓને સન્માનીત કરાયા, ગુરૂવારે શોભેશ્વર મંદીરે ભંડારો


SHARE













મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા ૨૬૦ વિધાર્થીઓને સન્માનીત કરાયા, ગુરૂવારે શોભેશ્વર મંદીરે ભંડારો

મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા ચતુર્થ વિધાર્થી સન્માન સમારોહ અને પારીવારીક સ્નેહમિલનનું આયોજન તાજેતરમાં શ્રી દશાશ્રી વણિક જ્ઞાતિની વાડી ખાતે કરવામાં આવ્યું હતું.જેમાં કેજી થી કોલેજ સુધીના ૨૬૦ વિધાર્થીઓને યોગ્યતા મુજબ શિક્ષણકીટને શિલ્ડ આપી સન્માનિત કરાયા હતા સાથે સમાજના કાર્યમાં કાયમી સહયોગ આપતા દાતાઓ તેમજ અખિલ ગુજરાત દશનામ ગોસ્વામી સેવા સમાજ રાજકોટ દ્વારા સોમગીરી ગોસ્વામીના હસ્તે ગોસ્વામી સમાચાર (ભાવનગર) ને પથદર્શક એવોર્ડ તેના તંત્રી વિશાલભારતીને આપ્યો હતો.

સતત ચાર વર્ષથી વિધાર્થી સન્માન સમારોહની સફળ કામગીરી કરતા મોરબી દશનામ ગોસ્વામી મંડળ ટ્રસ્ટને બિરદાવીને ડૉ.મનિષગીરી રાજકોટ, સોમગીરી રાજકોટ, મુકેશગીરી ડેરી વડાળા, વિશાલભારતી ભાવનગરએ યુવક મંડળની ટીમનું સન્માન કર્યું હતું. આ તકે ડો.મનીષપુરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે આપણે મંદિર, મઢની પૂજા કરવીએ આપણો ધર્મ છે પણ સાથે તમારા બાળકોને ભણાવવામાં પૂરતું ધ્યાન આપો અને વધુને વધુ શિક્ષિત બનાવો જેથી તે બાળક ઉચ્ચકક્ષાએ ભણી આગળ વધશે પરિવાર અને સમાજનું ગૌરવ વધશે તેમજ યુવક મંડળ દ્વારા સમાજના વિકાસના હિત માટે દરેક કામ કરે તે હેતુ મંડળમાં પ્રમુખની વરણી દર બે વર્ષે કરવામાં આવે છે જે કામગીરીને બિરદાવી હતી.આ સમારોહમાં મોરબી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના દશનામ ગોસ્વામી સમાજના આગેવાનો સંતો મહંતો અને બહોળી સંખ્યા માં વાલીઓ જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા.આ સમારોહને સફળ બનાવવા મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળના પ્રમુખ બળવંતગીરી, ઉપપ્રમુખ નિતેષગીરી, મંત્રી અમિતગીરી, ખજાનચી તેજશગીરી, ટ્રસ્ટી દેવેન્દ્રગીરી, હાર્દિકગીરી, પ્રકાશગીરી, સહિત સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

મહાપ્રસાદ(ભંડારો) યોજાશે

મોરબીના શ્રી શોભેશ્વરદાદાના સાનિધ્યમા ગુરૂવારના રોજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે.શ્રી શોભેશ્વરદાદાના સાનિધ્યમા શ્રાવણ વદ તેરસ તા.૨૧-૮ ને ગુરૂવારના બપોરે ૧૧:૩૦ વાગ્યે શ્રી શોભેશ્વર મહાદેવ મંદીરે મહાપ્રસાદ(ભંડારો) રાખેલ છે.તો સર્વે ભાવિભક્તોને પ્રસાદ લેવા આવા માટે મહંત તરફથી ભાવભર્યુ આમંત્રણ આપવામાં આવેલ છે.




Latest News