મોરબીમાં વેપારી સાથે ઇન્સ્ટાગ્રામમાં વાતચીત કરીને હનીટ્રેપમાં ફસાવનાર મહિલા સહિત 4 આરોપીની ધરપકડ, એકની શોધોખોળ વાંકાનેર પાસેથી દારૂ ભરેલી બોલેરો અને પાયલોટિંગ કરી રહેલ કિયા સહિત 14.30 લાખના મુદ્દામાલ સાથે 3 પકડાયા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજીત સ્નેહ મિલન-સંગીત સંધ્યાનો કાર્યક્રમ ભૂદેવ પરિવારોએ માણ્યો મોરબીમાં થાર ગાડીના ચાલકે સાઇકલને હડફેટે લેતા હેન્ડીકેપ વૃદ્ધને શરીરે ગંભીર ઇજા મોરબીમાં રહેતા યુવાન સાથે ઈન્સ્ટાગ્રામમાં મેસેજથી વાતચીત કર્યા બાદ યુવતી સહિત કુલ 5 વ્યક્તિઓ દ્વારા 12 લાખની માંગણી ! વાંકાનેરમાં બંધ મકાનને નિશાન બનાવીને રોકડ તથા સોના-ચાંદીના દાગીના મળી 3.55 લાખના મુદ્દામાલની ચોરી વાંકાનેરના લાલપર પાસે કાર ચાલકે સ્કૂટીને પાછળથી ટક્કર મારતા યુવાનને માથામાં હેમરેજ અને ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા ટંકારા નજીક કાર પલટી જતા સર્જાયેલ અકસ્માતમાં 2 યુવાનોના મોત મામલે મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબી અને માળીયા શહેરમાં જુગારની જુદીજુદી ત્રણ રેડ: 7 શખ્સ પકડાયા


SHARE































મોરબી અને માળીયા શહેરમાં જુગારની જુદીજુદી ત્રણ રેડ: 7 શખ્સ પકડાયા

મોરબી શહેરમાં જુદાજુદા બે સ્થળે તેમજ માળીયા શહેરમાં એક સ્થળે જુગારની રેડ કરી  હતી ત્યારે કુલ મળીને 7 શખ્સોને પકડવામાં આવ્યા હતા અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુગારના જુદાજુદા ગુના નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીમાં ત્રાજપર ચોકડી પાસે આવેલ પેટ્રોલ પંપ નજીક જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી હીરાલાલ અવચરભાઈ સનુરા (20) અને ઠાકરશીભાઈ રમેશભાઈ ટીડાણી (20) રહે. બંને ત્રાજપર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસ તેની પાસેથી 1,620 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે તો બીજી રેડ મોરબીમાં ગાંધી ચોક પાસે જાહેરમાં કરવામાં આવી હતી ત્યાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું જેથી સ્થળ ઉપરથી ચંદુભાઈ મોતીભાઈ નગવાડિયા (50) રહે. જુના બસ સ્ટેશન પાછળ દરગાહ પાસે મોરબી વાળાની વરલી જુગાર આંકડા લેતા મળી આવેલ હોવાથી 300 ની રોકડ સાથે ધરપકડ કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે જયારે માળીયા મીયાણામાં આવેલ ભીલવાસના શેરીના નાકે જુગાર રમતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી હિતેશભાઈ દેવજીભાઈ ચાવડા (22), રજાકભાઈ જુમાભાઇ સર્વદી (30), યાસીનભાઈ અલ્યાસભાઈ ભટ્ટી (35) અને શેરમામદભાઇ ઉર્ફે શેરો હારુનભાઈ કટીયા (36) રહે. બધા માળિયા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 940 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને માળીયામાં ગુનો નોંધાયો છે.

મારામારીમાં ઇજા થતાં સારવારમાં

મોરબીના નાગડાવાસ ગામે રહેતા સુરેશભાઈ ધીરુભાઈ સાતોલા (30) નામનો યુવાન મોરબીના અમરનગર પાસે હતો ત્યારે ત્યાં મારામારીના બનાવમાં તેને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરી હતી આવી જ રીતે મોરબીના પાનેલી ગામે રહેતા સોનીબેન હિતેશભાઈ (26) નામની મહિલાને મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબી લઈને આવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવેલ છે.












Latest News