મોરબીમાં વેપારી સાથે ઇન્સ્ટાગ્રામમાં વાતચીત કરીને હનીટ્રેપમાં ફસાવનાર મહિલા સહિત 4 આરોપીની ધરપકડ, એકની શોધોખોળ વાંકાનેર પાસેથી દારૂ ભરેલી બોલેરો અને પાયલોટિંગ કરી રહેલ કિયા સહિત 14.30 લાખના મુદ્દામાલ સાથે 3 પકડાયા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજીત સ્નેહ મિલન-સંગીત સંધ્યાનો કાર્યક્રમ ભૂદેવ પરિવારોએ માણ્યો મોરબીમાં થાર ગાડીના ચાલકે સાઇકલને હડફેટે લેતા હેન્ડીકેપ વૃદ્ધને શરીરે ગંભીર ઇજા મોરબીમાં રહેતા યુવાન સાથે ઈન્સ્ટાગ્રામમાં મેસેજથી વાતચીત કર્યા બાદ યુવતી સહિત કુલ 5 વ્યક્તિઓ દ્વારા 12 લાખની માંગણી ! વાંકાનેરમાં બંધ મકાનને નિશાન બનાવીને રોકડ તથા સોના-ચાંદીના દાગીના મળી 3.55 લાખના મુદ્દામાલની ચોરી વાંકાનેરના લાલપર પાસે કાર ચાલકે સ્કૂટીને પાછળથી ટક્કર મારતા યુવાનને માથામાં હેમરેજ અને ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા ટંકારા નજીક કાર પલટી જતા સર્જાયેલ અકસ્માતમાં 2 યુવાનોના મોત મામલે મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીમાં વિદ્યુતનગર પાસે આવેલ બગીચામાં ગળાફાંસો ખાઈ લેતા બેભાન હાલતમાં યુવતી સારવાર હેઠળ


SHARE































મોરબીમાં વિદ્યુતનગર પાસે આવેલ બગીચામાં ગળાફાંસો ખાઈ લેતા બેભાન હાલતમાં યુવતી સારવાર હેઠળ

મોરબીમાં આવેલ ઉમા ટાઉનશીપ પાસે આવેલ બગીચામાં કોઈ કારણોસર યુવતીએ ગળાફાંસો ખાઈ લેતા તેને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઉમા ટાઉનશીપમાં આવેલ એપાર્ટમેન્ટમાં રહેતા અને કામ કરતાં પરિવારના જયશરાબેન કમલભાઈ વિશ્વકર્મા (17) નામની યુવતીએ કોઈ અગમ્ય કારણોસર ગઈકાલે સવારે 8:30 થી 9:00 ના સમયગાળા દરમિયાન વિદ્યુતનગર પાસે આવેલ બગીચામાં ગળાફાંસો ખાઈ લેતા તેને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળ વધુ તપાસ એ.એમ.જાપડીયા ચલાવી રહ્યા છે અને યુવતીએ કયા કારણોસર આ પગલું ભર્યું હતું તે દિશામાં તપાસ ચાલી રહી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના કેનાલ રોડ ઉપર રવાપર ચોકડી પાસે રહેતો ભૌતિકભાઈ ધર્મેશભાઈ ઝુલાસણા (20) નામનો યુવાન ટિંબડી પાટીયા પાસેથી પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે નટરાજ ફાટક પાસે તેના બાઇકને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં તેને ગંભીર ઇજા થયેલ હોવાથી પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે તે યુવાને રાજકોટ લઈ જવામાં આવેલ છે. અને આ બનાવની પોલીસને જણા કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે.

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના ઝીકિયારી ગામે રહેતા રાયધનભાઈ ભીખાભાઈ સોઢા (17) નામનો તરુણ ઝીકિયારી અને ચકમપર ગામ વચ્ચે હતો ત્યારે અકસ્માતના બનાવમાં તેને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મહિલા સારવારમાં

મોરબી તાલુકાના જાંબુડીયા ગામે રહેતા ભાવનાબેન હરેશભાઈ ગાબુ (29) નામના મહિલા ઊંચી માંડલ ગામ પાસે આવેલ રોલજા સિરામિક કારખાનામાં મશીન ઉપર કામગીરી કરી રહ્યા હતા દરમિયાન ઘોડો તેને હાથમાં વાગવાના કારણે બીજા થઈ હતી જેથી તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.












Latest News