મોરબીમાં વિદ્યુતનગર પાસે આવેલ બગીચામાં ગળાફાંસો ખાઈ લેતા બેભાન હાલતમાં યુવતી સારવાર હેઠળ
વાંકાનેરમાં નદીમાં ડુબી જવાથી મૃત્યુ પામેલ યુવાનની ઓળખ મેળવવા તજવીજ
SHARE








વાંકાનેરમાં નદીમાં ડુબી જવાથી મૃત્યુ પામેલ યુવાનની ઓળખ મેળવવા તજવીજ
વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની હદમાં નદીના વહેણમાં ડુબી જવાથી વ્યક્તિનું મોત નિપજતા તે અજાણી લાશની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની નોંધ અનુસાર તારીખ ૧૨/૦૮/૨૦૨૫ ના ૧૫:૦૦ વાગ્યા આસપાસ કોઇ અજાણી વ્યક્તિનું વાંકાનેર પાસે નદીના વહેણમાં ડુબી જવાથી મોત નીપજ્યું હતું. જેની લાશ મોરબી સરકારી હોસ્પિટલ ખાતે કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવી છે. આ મૃતકના વાલી-વારસ ન મળ્યા હોવાથી બિનવારશી લાશની ઓળખ માટે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મૃતક પુરૂષ ઉંમર વર્ષ આશરે ૩૫ થી ૪૦ વર્ષ, ઘઉં વર્ણ, શરીરે મજબુત બાંધો છે. મૃતકના વાલીવારસ મળે કે તેમના અંગે કોઈ જાણકારી હોય તો તપાસ કરનાર અધિકારી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. નારણભાઈ લાવડીયા અથવા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની યાદીમાં જણાવાયું છે.
