મોરબીમાં વેપારી સાથે ઇન્સ્ટાગ્રામમાં વાતચીત કરીને હનીટ્રેપમાં ફસાવનાર મહિલા સહિત 4 આરોપીની ધરપકડ, એકની શોધોખોળ વાંકાનેર પાસેથી દારૂ ભરેલી બોલેરો અને પાયલોટિંગ કરી રહેલ કિયા સહિત 14.30 લાખના મુદ્દામાલ સાથે 3 પકડાયા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજીત સ્નેહ મિલન-સંગીત સંધ્યાનો કાર્યક્રમ ભૂદેવ પરિવારોએ માણ્યો મોરબીમાં થાર ગાડીના ચાલકે સાઇકલને હડફેટે લેતા હેન્ડીકેપ વૃદ્ધને શરીરે ગંભીર ઇજા મોરબીમાં રહેતા યુવાન સાથે ઈન્સ્ટાગ્રામમાં મેસેજથી વાતચીત કર્યા બાદ યુવતી સહિત કુલ 5 વ્યક્તિઓ દ્વારા 12 લાખની માંગણી ! વાંકાનેરમાં બંધ મકાનને નિશાન બનાવીને રોકડ તથા સોના-ચાંદીના દાગીના મળી 3.55 લાખના મુદ્દામાલની ચોરી વાંકાનેરના લાલપર પાસે કાર ચાલકે સ્કૂટીને પાછળથી ટક્કર મારતા યુવાનને માથામાં હેમરેજ અને ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા ટંકારા નજીક કાર પલટી જતા સર્જાયેલ અકસ્માતમાં 2 યુવાનોના મોત મામલે મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબી જલારામ મંદિરે પ્રસાદ યોજી જન્મદીનની ઉજવણી કરતાં આગેવાનો


SHARE































મોરબી જલારામ મંદિરે પ્રસાદ યોજી જન્મદીનની ઉજવણી કરતાં આગેવાનો

મોરબી જલારામ ધામ ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ અવિરતપણે ચલાવવામાં આવે છે ત્યારે મોરબી નગરપાલીકાના પૂર્વ ચેરમેન, શ્રી જલારામ સેવા મંડળના ઉપપ્રમુખ, શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ-મોરબીના ઉપપ્રમુખ, રઘુવંશી ક્રાંતિ મંચ-મોરબી ના પ્રમુખ ભાવીનભાઈ ઘેલાણી તથા મોરબી શ્રી જલારામ વેવિશાળ માહિતી કેન્દ્રના સંચાલક લોહાણા સમાજ અગ્રણી અનીલભાઈ ગોવાણી દ્વારા તેમના જન્મદીનની ઉજવણી સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી કરવામાં આવી હતી. પ્રવર્તમાન સમય માં લોકો પોતાના જન્મદીન તથા શુભ પ્રસંગોની ઉજવણી વૈભવી રીતે કરતા હોય છે ત્યારે મોરબીના અગ્રણીઓએ સદાવ્રતમાં સહયોગ અર્પણ કરી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સમાજને નવો રાહ ચિંધ્યો છે. આ તકે ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, હરીશભાઈ રાજા, ચિરાગભાઈ રાચ્છ, કીશોરભાઈ ચંડીભમર, પ્રતાપભાઈ ચગ, નિર્મલભાઈ જારીયા (પ્રમુખશ્રી-મોરબી જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચો), સોનલબેન વસાણી (પ્રમુખ-રાજકોટ જીલ્લા ભાજપ મહિલા મોરચો) સહિતના હાજર રહ્યા હતા.












Latest News