મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીના પીપળી ગામ પાસે દિવ્યંગ દર્દીઓની નિશુલ્ક સારવાર માટે બનનાર અદ્યતન હોસ્પિટલનું ધારાસભ્યની હાજરીમાં કરાયું ભૂમિપૂજ્ન


SHARE







મોરબીના પીપળી ગામ પાસે દિવ્યંગ દર્દીઓની નિશુલ્ક સારવાર માટે બનનાર અદ્યતન હોસ્પિટલનું ધારાસભ્યની હાજરીમાં કરાયું ભૂમિપૂજ્ન

મોરબી સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં દિવ્યાંગો દર્દીઓને ઓપરેશન અને સારવાર માટે રાજસ્થાન જવું પડે છે જો કે, મોરબીમાં જ ઘર આંગણે દર્દીઓને રાજસ્થાન જેવી જ સારવાર મળે તેના માટે હોસ્પિટલ બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે મોરબીના ધારાસભ્ય સહિતના રાજકીય અને સામાજિક આગેવાનોની હાજરીમાં ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. અને સેવાના આ કામમાં દાતાઓનો ખૂબ સહકાર મળશે તેવો વિશ્વાસ ધારાસભ્યએ વ્યક્ત કર્યો હતો.

રાજસ્થાનના જયપુર ખાતે આવેલ જાણીતી સેવાભાવી નારાયણ સેવા સંસ્થાના ઉપક્રમે મોરબીમાં દિવ્યાંગો માટે પીપળી ગામ પાસે અધતન હોસ્પિટલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે અને માનવ સેવા એજ્યુકેશન દિવ્યાંગ ચેરીટેબલ ટ્રસ્ટના ઘનશ્યામસિંહ ઝાલા અને તેઓની ટિમ દ્વારા આ સેવાનું કામ કરવામાં આવી રહ્યું છે તેના માટે મોરબીના ભમાશાઓ સહિતાઓની તરફથી સહકાર મળી રહ્યો છે તેવામાં આજે પીપળી ગામે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, આરએસએસના પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલક ડો. જયંતીભાઈ ભાડેશિયા, મેઘરાજસિંહ ઝાલા, મહેન્દ્રસિંહ ઝાલા સહિતના આગેવાનો, સરપંચો વિગેરેની હાજરીમાં ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.

મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ કહ્યું હતું કે, નારાયણ સેવા સંસ્થાના સંચાલકો દ્વારા દિવ્યાંગોની ખૂબ જ સારી સારવાર કરવામાં આવી રહી છે જેથી કરીને મોરબીના અનેક ઉદ્યોગકારો સહિતનાઓ તરફથી આ સંસ્થામાં આજની તારીખે દર વર્ષે લાખો રુપિયાનું દાન આપવામાં આવી રહ્યું છે અને મોરબીના આંગણે જે અદ્યતન હોસ્પિટલ બનાવ જઈ રહી છે તેમાં પણ મોરબી સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં દાતાઓ અને ભમશા તરફથી સહકાર મળશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. 

અંતમાં ઘનશ્યામસિંહ ઝાલાએ જણાવ્યુ હતું કે, મોરબી સહિત ગુજરાતભરના દર્દીઓને સારવાર માટે રાજસ્થાન સુધી જવું પડે છે જેથી દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડે છે જેથી કરીને મોરબીના આંગણે દિવ્યાંગોની સારવાર અને ઓપરેશન કરી શકાય તેવી અદ્યતન હોસ્પિટલ બનાવવા માટેનો સંકલ્પ કર્યો હતો અને દાતાઓ તરફથી તેમજ રાજકીય અને સામાજિક આગેવાનો તરફથી ખુબ જ સારો સહકાર અને દાન મળી રહ્યું છે. વધુમાં તેમણે જણાવ્યુ હતું કે, આ હોસ્પિટલમાં કોઈ કેસ કાઉન્ટર હશે જ નહીં. દરેક દર્દીને કૃત્રિમ હાથ પગ ફિટ કરવાથી લઈને તમામ સારવાર નિશુલ્ક આપવામાં આવશે.






Latest News