વાંકાનેર પાસેથી દારૂ ભરેલી બોલેરો અને પાયલોટિંગ કરી રહેલ કિયા સહિત 14.30 લાખના મુદ્દામાલ સાથે 3 પકડાયા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજીત સ્નેહ મિલન-સંગીત સંધ્યાનો કાર્યક્રમ ભૂદેવ પરિવારોએ માણ્યો મોરબીમાં થાર ગાડીના ચાલકે સાઇકલને હડફેટે લેતા હેન્ડીકેપ વૃદ્ધને શરીરે ગંભીર ઇજા મોરબીમાં રહેતા યુવાન સાથે ઈન્સ્ટાગ્રામમાં મેસેજથી વાતચીત કર્યા બાદ યુવતી સહિત કુલ 5 વ્યક્તિઓ દ્વારા 12 લાખની માંગણી ! વાંકાનેરમાં બંધ મકાનને નિશાન બનાવીને રોકડ તથા સોના-ચાંદીના દાગીના મળી 3.55 લાખના મુદ્દામાલની ચોરી વાંકાનેરના લાલપર પાસે કાર ચાલકે સ્કૂટીને પાછળથી ટક્કર મારતા યુવાનને માથામાં હેમરેજ અને ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા ટંકારા નજીક કાર પલટી જતા સર્જાયેલ અકસ્માતમાં 2 યુવાનોના મોત મામલે મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં રેલવેના પાટા ક્રોસ કરતા વૃદ્ધ ટ્રેનની ઝડપે ચડી જતા મોત
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસે વાડામાં ગળાફાંસો ખાઈ ગયેલ વૃદ્ધ સારવારમાં


SHARE































મોરબીના લાલપર પાસે વાડામાં ગળાફાંસો ખાઈ ગયેલ વૃદ્ધ સારવારમાં

મોરબીના લાલપર ગામ પાસે આવેલ વાડામાં કોઈ કારણોસર વૃદ્ધે ગળાફાંસો ખાતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને ગયા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના ઉટબેટ (સા) ગામે રહેતા રતિલાલ ભાણજીભાઈ પરમાર (59) નામના વૃદ્ધે મોરબી નજીકના લાલપર ગામે આવેલ અપ્પુ ટાંકાની પાસે વાડામાં કોઈ કારણોસર ગળાફાંસો ખાતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને આ અંગેની આગળની વધુ તપાસ એ.એમ.ગરીયા ચલાવી રહ્યા છે અને વૃદ્ધે કયા કારણોસર આ પગલું ભર્યું છે તે દિશામાં તપાસ ચાલી રહી છે

શિયાળ કરડી ગયું

મોરબીના માનસર ગામે રહેતા ધારાભાઈ જીવણભાઈ કલોતરા (45) નામનો યુવાન ઢોર ચરાવવા માટે ગયો હતો ત્યારે શિયાળ કરડી જતા તાત્કાલિક તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટ લઈ જવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ બનાવની તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી.

જુગાર રમતા ત્રણ શખ્સ પકડાયા

મોરબીના વજેપર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી એજાજ ઉર્ફે પીંગો અનવરભાઈ ભલુર (19), વિજય મનોજભાઈ મકવાણા (19) અને અશ્વિન ટીડાભાઈ ખંગ (20) રહે. બધા વજેપર શેરી નં- 23 વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેની પાસેથી પોલીસે 10,300 ની રોકડ કબ્જે કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.












Latest News