માળીયા (મી)ના ખાખરેચી ગામે ઉપાડના રૂપિયાની લેતી દેતી બાબતનો ખાર રાખીને યુવાનને ચાર શખ્સોએ માર માર્યો
મોરબીમાં યુવતીને પ્રેમજાળમાં ફસાવી ફોટો વાયરલ કરવાની-સગાઇ ન થવા દેવાની ધમકી આપી ત્રણ લાખ પડાવીને બ્લેકમેલ કરનાર પરણિત શખ્સ સામે ગુનો નોંધાયો
SHARE









મોરબીમાં યુવતીને પ્રેમજાળમાં ફસાવી ફોટો વાયરલ કરવાની-સગાઇ ન થવા દેવાની ધમકી આપી ત્રણ લાખ પડાવીને બ્લેકમેલ કરનાર પરણિત શખ્સ સામે ગુનો નોંધાયો
વર્તમાન સમયમાં યેનકેન પ્રકારે યુવક યુવતીઓને બ્લેકમેલ કરવામાં આવતા હોય છે અને તેની પાસેથી રૂપિયા તેમજ કિંમતી મુદ્દામાલ પડાવી લેવામાં આવતો હોય છે આવો જ એક બનાવ મોરબી શહેરી વિસ્તારમાં બનેલ છે જેમાં કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીને જે યુવક સાથે પ્રેમસંબંધ હતો ત્યારે તેની સાથે ફોટો લઈ લીધા હતા અને તે ફોટો વાયરલ કરવાની ધમકી આપીને યુવતી પાસેથી રોકડા રૂપિયા તેમજ કિંમતી મોબાઈલ ફોન આમ કુલ મળીને અંદાજે ત્રણ લાખ રૂપિયાનો મુદ્દામાલ પડાવી લેવામાં આવ્યો હતો અને ત્યાર પછી પણ યુવતીને હેરાન પરેશાન કરવામાં આવતી હતી જેથી યુવતીએ આ અંગેની તેના માતાપિતાને વાત કરી હતી ત્યારબાદ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે યુવતીના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
થોડા સમય પહેલા જ મોરબીમાં પાટીદાર સમાજ દ્વારા જન ક્રાંતિ સભા યોજવામાં આવી હતી અને યુવતીઓને યેનકેન પ્રકારે જાળમાં ફસાવીને બ્લેકમેલ કરવામાં આવતી હોય અને પૈસા પડાવવામાં આવતો હોય આવા દૂષણો સામે આવ્યા હોવાથી ડિસ્કો ડાંડીયા ક્લાસ બંધ કરવાની માંગ કરવામાં આવી હતી. જે મુદ્દો સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો હતો અને ત્યારબાદ ન માત્ર મોરબી પરંતુ ગુજરાત માટે ચિંતાનો વિષય કહી શકાય તેવી ઘટના મોરબી શહેરમાં સામે આવી છે જેમાં મોરબીમાં રહેતા પરિવારની દીકરી કોલેજમાં અભ્યાસ કરતી હતી ત્યારે ડેનિસ મણીલાલ મુંદડીયા રહે. વીરપર તાલુકો ટંકારા વાળાના સંપર્કમાં આવી હતી.
ત્યાર બાદ બંને વચ્ચે મિત્રતા થયા બાદ પ્રેમસંબંધ હતો ત્યારે યુવતી સાથે ફોટો પડ્યા હતા જો કે, યુવતીની સગાઈ ન થવા દેવા માટે તેના ફોટો વાયરલ કરવાની ધમકી આપીને પ્રેમસંબંધ ચાલુ રાખવા માટે થઈને દબાણ કરવામાં આવતું હતું આટલું જ નહીં પરંતુ તેની પાસેથી સમયાંતરે રૂપિયા પણ પડાવવામાં આવતા હતા અને કટકે કટકે તેની પાસેથી અંદાજે બે લાખ રૂપિયા જેટલી રોકડ રકમ અને 93,000 થી વધુની કિંમતનો કિંમતી મોબાઈલ ફોન લઈ લેવામાં આવ્યો હતો આમ અંદાજે ત્રણ લાખ રૂપિયા જેટલી રકમનો મુદ્દામાલ યુવતી પાસેથી ડેનિસ મુંદડીયાએ પડાવી લીધો હતો.
આટલું જ નહીં યુવતીને જુદા જુદા મોબાઈલ ફોન ઉપરથી ફોન તેમજ મેસેજ કરીને હેરાન પરેશાન કરવામાં આવતી હતી અને તેને સગાઈ ન થવા દેવાની ધમકી આપવામાં આવતી હતી ઉલેખનીય છે કે, ડેનિશ પરણિત હોવા છતાં તેને યુવતીને બ્લેકમેલ કરીને તેને ધમકી આપતો હતો જેથી કરીને આ બાબતે ભોગ બનેલ યુવતીએ તેના માતા-પિતાને વાત કરી હતી અને ત્યારબાદ યુવતીના પિતાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે બ્લેકમેલિંગ, ધમકી, દબાણ વગેરે જેવી કલમ સાથે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
