મોરબીના લાલપર પાસે વાડામાં ગળાફાંસો ખાઈ ગયેલ વૃદ્ધ સારવારમાં
પાંડુ પુત્ર સાથે જોડાયેલ છે મોરબીના શોભેશ્વર મહાદેવનો ઇતિહાસ: યુધ્ધિષ્ઠરની ટેક પૂરી કરવા માટે રાફળામાંથી પ્રગટ થયા મહાદેવ
SHARE
પાંડુ પુત્ર સાથે જોડાયેલ છે મોરબીના શોભેશ્વર મહાદેવનો ઇતિહાસ: યુધ્ધિષ્ઠરની ટેક પૂરી કરવા માટે રાફળામાંથી પ્રગટ થયા મહાદેવ
પાંડવો જયારે અજ્ઞાતવાસમાં હતા ત્યારે પંચાળ ભૂમિમાં રોકાયા હતા તે સમયે શિવાની પૂજા કરવા માટે જુદાજુદા વિસ્તારોમાં શિવલિગની સ્થાપના કરી હતી આવી જ રીતિએ મોરબી નજીક વિશાળ જંગલ હતું ત્યારે પાંડુ પુત્ર જ્યાં રોકાયા હતા ત્યાં રાફ્ળામાંથી શિવલિગ સ્વયંભુ પ્રગટ થયું હતું એન તે જગ્યાએ ધર્મરાજા યુધ્ધિષ્ઠર દ્વારા શિવલીંગનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું જે મંદિરને આજે લોકો સ્વયંભુ શોભેશ્વર મહાદેવના નામથી જાણે છે અને અહી પૂજારીની 22 મી પેઢી દાદાનું પૂજન અર્ચન અને સેવા કરી રહી છે.
સૃષ્ટિના સર્જનહાર ભગવાન ભોલેનાથના પ્રગટ્યામાં જીવ માત્રના કલ્યાણનો હેતુ હોય છે અને દરેક શિવ મંદિરની સાથે આવો જ ઈતિહાસ જોવા મળતો હોય છે અહી આપને વાત કરી રહ્યા છીએ મોરબી નજીક આવેલા શોભેશ્વર મહાદેવા મંદિરની કે જે મંદિર ૫૦૦૦ વર્ષ કરતા પણ વધુ જુનું છે જો આ મંદિરના ઇતિહાસની વાત કરીએ એવું કહેવાય છે કે, પાંડવો જયારે અજ્ઞાતવાસમાં હતા ત્યારે પંચાળ ભૂમિમાં રોકાયા હતા અને હાલમાં લોકો જે મંદિરને શોભેશ્વર મહાદેવના મંદિરના નામથી જાણે છે તે જગ્યાએ વર્ષો પહેલા વિશાળ જંગલ હતું અને પાંડવો ત્યાં આવ્યા હતા તે સમય ધર્મરાજા યુધ્ધિષ્ઠરને શિવ પૂજા કર્યા પછી જ અન્નજળ લેવાની ટેક હતી જેથી રાફ્ળામાંથી શિવલિગ સ્વયંભુ પ્રગટ થયું હતું ત્યાર બાદ ધર્મરાજા યુધ્ધિષ્ઠર દ્વારા શિવલીંગનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું ત્યારથી આ મદિર છે અને મંદિરની બાજુમાં નાગાબાવાઓનો અખાડાઓ પણ હતો
વધુમાં તાજેતરમાં જ મહાકુંભ મેળામાં જઈને નાગા સાધુ માટેની દિક્ષા લેનાર આ પરિવારના 16 માં ગાદી પતિ હિરગીરી બાપુ ગુરુ બુદ્ધગીરી બાપુએ જણાવ્યુ હતું કે, તેઓની 22 મી પેઢી હાલમાં શોભેશ્વર દાદાની સેવા પુજા કરી રહી છે અને વર્ષો પહેલા જયારે નાગાબાવા આ જગ્યાએ રહેતા હતા ત્યારે માત્ર નાની દેરી જેવું મદિર હતું ત્યાર બાદ આ મંદિરે સેવા પૂજા કરતા મહંત વાલાપુરી મહાદેવાપરી ગોસાઈ મોરબીના રાજા સર વાઘજી ઠાકોર સાથે મંદિર બંધાવવા માટે જીદે ચડયા હતા ત્યારે વાઘજી ઠાકોરે એવી શરત મૂકી હતી કે જો મંદિરમાં મુકવામાં આવેલ નંદી (પોઠીયો) એક ડોલ પાણી પી જાય અને ઘાસનો પૂરો ખાઈ જાય તો મંદિર બંધાવી આપશે ત્યારે મહાદેવે મોરબીના રાજા વાઘજી ઠાકોરને પરચો આપ્યો હતો અને મંદિરનો પોઠોયો ઘાસ ખાઈ ગયો અને પાણી પી ગયો હતો ત્યાર બાદ રાજાના કહેવાથી જૈન સદગતના હસ્તે શિખરબદ્ધ મંદિર ઉભું કરવામાં આવ્યું હતું
શિવ જ આ સૃષ્ટીના સર્જનહર છે માટે તેમના શરણમાં જ લોકોને શાંતિનો અહેસાસ થાય છે તે હક્કિત છે મોરબી જીલ્લામાં નાનામોટા અનેક શિવ મંદિરો આવેલા છે અને લોકો પોતાની શ્રધ્ધા આસ્થા પ્રમાણે જુદાજુદા શિવા મંદિરોમાં જઈને માથું ટેકવતા હોય છે જો કે શોભેશ્વર મહાદેવનું મંદિરે ૫૦૦૦ વર્ષ કરતા પણ વધારે જુનું છે અને આ મંદિરનું કોઈ ટ્રસ્ટ નથી જો કે, દાતાઓ તેમજ દર્શનાર્થીઓ પાસેથી દાન કે પછી ભેટ સ્વરૂપે જે સહયોગ મળે છે તેના થકી જ મંદિરનો વહીવટ અને પુજારીના પરિવારનું ગુજરાન ચાલે છે ભોલેનાથને કોઈપણ જીવ ભોળા મન સાથે ભજે એટલે તે સંસારરૂપી ભવસાગર તારી જાય છે તેમ શંકાને કોઈ સ્થાન નથી અને શોભેશ્વર મહાદેવે તો મોરબીના રાજા સર વાઘજી ઠાકોરને પણ પરચા આપ્યા હતા જેથી આ મંદિરની સાથે અનેક શ્રધ્ધાળુઓની આસ્થા જોડાયેલ છે અને શોભેશ્વર મહાદેવની સેવા પૂજા કરીને ધન્યતા અનુભવતા હોય છે









