મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના સતાપર ગામે ખેતરમાં ઘૂસીને 10 શખ્સોએ 12 વીઘા જમીનમાં ઊભા કપાસને ઉખેડી નાખ્યો, યુવાનને જાનથી મારી નાખવાની ધમકી: 4 લાખનું નુકશાન


SHARE











વાંકાનેરના સતાપર ગામે ખેતરમાં ઘૂસીને 10 શખ્સોએ 12 વીઘા જમીનમાં ઊભા કપાસને ઉખેડી નાખ્યો, યુવાનને જાનથી મારી નાખવાની ધમકી: 4 લાખનું નુકશાન

વાંકાનેરના સતાપર ગામે રહેતા યુવાનના ખેતરમાં 10 શખ્સોએ ગેરકાયદે પ્રવેશ કર્યો હતો અને યુવાન તેના તેના ખેતરમાં કામ કરતાં તેના પરિવારના સભ્યોને ગાળો આપી હતી અને તેઓને ખેતરની બહાર કાઢીને ખેતીની 12 વીઘા જમીનમાં ઉભા કપાસને કાઢી નાખવામાં આવ્યો હતો અને યુવાનને 4 લાખનું નુકસાન કરવામાં આવ્યું છે તથા જાનથી આપવામાં આવી છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવામાં આવતા પોલીસે આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરેછે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના સતાપર ગામે રહેતા અને ખેતી કામ કરતા કિશનભાઈ માધાભાઈ રંગપરા (25)એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હીરાભાઈ રતાભાઇ, રસિકભાઈ નાગજીભાઈ, અજયભાઈ વાલાભાઈ,નાભાઈ લવાભાઇ, કરસનભાઈ લખમણભાઇ, મનાભાઈ પુજાભાઈ, કાનાભાઈ સોમાભાઈ, માલાભાઈ લખમણભાઇ, રાજુભાઈ ખીમાભાઈ અને સંજયભાઈ વાલાભાઈ રહે. બધા સતાપર વાળા અને બીજા અજાણ્યા માણસોની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી તથા તેના ઘરના સભ્યો પોતાની ખેતીની જમીનમાં ખેતી કામ કરી રહ્યા હતા ત્યારે આરોપીઓ તેઓના ખેતરમાં આવ્યા હતા અને પથ્થર મારો કરીને ખેતરમાં પ્રવેશવાનો દરવાજો તોડી નાખ્યો હતો ત્યાર બાદ ખેતરમાં ફરિયાદી તથા તેના ઘરના સભ્યો ખેતી કામ કરતા હતા તેઓને ગાળો આપવામાં આવી હતી અને ફરિયાદીને તેઓના ખેતરમાંથી બહાર કાઢી મૂકીને તેઓના ખેતરમાં આશરે 12 વીઘામાં કપાસનું વાવેતર કર્યું હતું તે કપાસ કાઢી નાખવામાં આવ્યો છે જેથી ફરિયાદીને 4 ચાર લાખ રૂપિયાનું નુકસાન કર્યું છે તેમજ ફરિયાદી સહીતાઓને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલ યુવાન દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News