મોરબી જિલ્લા શાળા સંચાલક મંડળના પ્રમુખ-મહામંત્રીએ જિલ્લા શિક્ષણાધિકારીને કરી વિવિધ રજૂઆત
SHARE









મોરબી જિલ્લા શાળા સંચાલક મંડળના પ્રમુખ-મહામંત્રીએ જિલ્લા શિક્ષણાધિકારીને કરી વિવિધ રજૂઆત
મોરબી જિલ્લા શાળા સંચાલક મંડળના પ્રમુખ અને મહામંત્રીએ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને શાળાના વિવિધ પ્રશ્નોની રજૂઆતો કરી હતી.
મોરબી જિલ્લા શાળા સંચાલક મંડળના પ્રમુખ ડો.અનિલભાઈ મહેતા અને મહામંત્રી મહેન્દ્રસિંહ ઝાલાએ જિલ્લા શિક્ષણ અધિકારી મોતાની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને શાળા સંચાલક મંડળને લગતા વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી. આ પ્રશ્નમાં શાળાઓને સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ આપવા માટે જણાવેલ પરિપત્ર અનુસંધાને સરકારના એન્જિનિયરો દ્વારા સ્ટ્રક્ચર સ્ટેબિલિટી તપાસવામાં આવે તેવી રજૂઆત કરી હતી. તેમજ શાળાઓમાં ઘણા સમયથી વર્ગ ચારના કર્મચારીઓની ભરતી થયેલ ન હોય આઉટસોર્સિંગથી ભરતી થાય તે માટે કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી.
તેમજ સરકારના શાળા રીપેરીંગ માટેના ગ્રાન્ટના મુદ્દે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને જે શાળાઓ પાસે ૨૦ ટકા રકમ ભરવા માટે ન હોય તેવી શાળાઓને ધારાસભ્ય અથવા સંસદ સભ્યોને ગ્રાન્ટ શાળાના ફાળા માટે ભરવામાં આવે તો તે માન્ય રાખવા માટે પણ સંચાલક મંડળ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જયારે રોસ્ટર રજીસ્ટરો સમયસર અપડેટ થતા ન હોય શાળામાં શિક્ષકોની જગ્યાઓ ખાલી રહી જાય છે તે માટે પણ કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી. જિલ્લા શિક્ષણ અધિકારી મોતા દ્વારા આ પ્રશ્નો અંગે યોગ્ય નિરાકરણ લાવવા માટે ખાત્રી આપવામાં આવી હતી.
