હળવદના ચરાડવા ગામે ઘર પાસે મરી ગયેલ વાંછરડુ ફેંકીને મહિલા સરપંચને મારી નાખવાની ધમકી
SHARE









હળવદના ચરાડવા ગામે ઘર પાસે મરી ગયેલ વાંછરડુ ફેંકીને મહિલા સરપંચને મારી નાખવાની ધમકી !
હળવદના ચરડવા ગામે મહિલા સરપંચના ઘર પાસે મરી ગયેલું વાંછરડુ બાઇકની પાછળ બાંધીને ફેંકી ગયેલા શખ્સે મહિલા સરપંચ તથા સાહેદોને ગાળો આપી હતી તેની સરપંચ સાથે ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને મહિલા સરપંચ દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના ચરડવા ગામના સરપંચ લક્ષ્મીબેન રતિલાલ પરમાર (65) એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અનિલ હસમુખભાઈ ચૌહાણ રહે. ચરાડવા વાળા ની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, તેઓ ચરાડવા ગામના સરપંચ હોવાથી આરોપીએ પોતાના ઘરની પાછળના ભાગમાં ખુલ્લા પ્લોટમાં ગાયનું વાછરડું મરી ગયેલ હોય તેને પોતાના મોટરસાયકલ ની પાછળ બાંધીને ફરિયાદીના ઘરની સામે નાખ્યુ હતુ અને ત્યારબાદ ફરિયાદી અને સાહેદોને ગાળો આપીને તેની સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો અને મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ મહિલા સરપંચ દ્વારા હળદળ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
