ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

મોરબીના રવાપર નદી ગામ પાસે નવા બની રહેલા કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત


SHARE













મોરબીના રવાપર નદી ગામ પાસે નવા બની રહેલા કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત

મોરબીના રવાપર નદી રોડ ઉપર આવેલ કારખાનાની બાજુમાં નવા બનતા કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગવાના કારણે યુવાનનું ઘટના સ્થળે મોત નીપજયું હતુ ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના રવાપર નદી ગામ પાસે કિયા સીરામીક પાસે નવા બની રહેલા સીરામીક કારખાના ખાતે રહેતા અને મજૂરી કામ કરતા સુનિલભાઈ સબળસિંગ મીણા (18) નામના યુવાનને કામ કરી રહ્યો હતો દરમિયાન ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી તે યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

વૃદ્ધ સારવારમાં

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ સતનામનગરમાં રહેતા ભુદરભાઈ નાગજીભાઈ (54) નામના આધેડ બરવાળા અને ખાખરાળા વચ્ચે બાઈક ઉપર જઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણસર બાઈક સ્લીપ થવાના કારણે તેઓને ઇજા થઈ હતી જેથી તેઓને મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના ખરેડા ગામે રહેતા કાનજીભાઈ સુરેશભાઈ ડાભી (22) નામનો યુવાન છોટા હાથી વાહનમાં બેસીને વાંકડા ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ચાલુ વાહનમાં કોઈ કારણસર તે પડી જતા તેને ઇજા થવાથી સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી






Latest News