મોરબીમાં ઘરની અગાસી ઉપર ચક્કર આવતા નીચે પડી જવાથી ઇજા પામેલ યુવાનનું મોત મોરબી નજીક ટ્રક ડમ્પરના ચાલકે હડફેટે લેતા જમવા માટે રોડ ક્રોસ કરી રહેલા આધેડનું મોત મોરબીમાં ગેરકાયદે બાંધકામ ચાલુ હોય ત્રણ એપાર્ટમેન્ટ સીલ કરતી મહાપાલિકા હળવદમાં ઘરમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ: 2200 લીટર આથો, 350 લીટર દારૂ અને 25 બિયરના ટીન સાથે એક ઝડપાયો, દંપતીની શોધખોળ મોરબીના રામગઢ(કોયલી) ગામેથી સગીરાનું અપહરણ કરનાર પકડાયો, જેલ હવાલે માળીયા મીંયાણાની દેવસોલ્ટ કંપની દ્વારા બાળકો સાથે રાષ્ટ્રીય પર્વની ખુશી વહેંચવામાં આવી ટંકારાના લજાઈ પાસે ગોડાઉનમાંથી 11.81 લાખનો દારૂ પકડાવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ: ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર મોરબીમાં હાથ ઉછીની રકમ પરત નહીં આપવાના કેસમાં કોર્ટે રકમ વ્યાજ સહીત ચુકવવા કર્યો આદેશ
Breaking news
Morbi Today

મોરબીના લક્ષ્મીનગર નજીક ગેરેજ પાસે બેઠેલા યુવાનનું હાર્ટ એટેકથી મોત


SHARE











મોરબીના લક્ષ્મીનગર નજીક ગેરેજ પાસે બેઠેલા યુવાનનું હાર્ટ એટેકથી મોત

મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે આવેલ ટ્રાન્સપોર્ટ નગરમાં ગેરેજ પાસે બેઠેલા યુવાનને અચાનક હાર્ટ અટેક આવી જવાના કારણે તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બાનવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી નજીકના લક્ષ્મીનગર ગામ પાસે આવેલ ટ્રાન્સપોર્ટ નગરમાં ગેરેજ પાસે મૂળ ઉત્તર પ્રદેશના નાગલા ધુરેલા ગામના રહેવાસી સુભાષભાઈ ગુલાબસિંહ ચૌહાણ (43) નામનો યુવાન બેઠેલ હતો દરમિયાન તેને અચાનક હાર્ટ એટેક આવી જવાના કારણે તે યુવાનનું ઘટના સ્થળે મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના ભવાની ચોક પાસે રહેતા રાજેશભાઈ બચુભાઈ (52) નામના આધેડ મોરબીમાં પાડાપુલ નીચેના ભાગેથી બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા દરમિયાન કોઈ કારણસર બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જેમાં તેને ઈજા થતાં તેઓને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી.

મહિલા સારવારમાં

મોરબીના સોઓરડી શેરી નં- 11 માં જારીયા પાન પાસે રહેતા સલમાબેન ફિરોજભાઈ પઠાણ (40) નામની મહિલા બાઇકમાં જઈ રહી હતી ત્યારે બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં તેને ઈજા થતાં સારવાર માટે મોરબીની સિવિલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News