વાંકાનેરના યજ્ઞપુરુષનગર પાસેથી દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 6.15 લાખનો મુદામાલ કબ્જે
SHARE









વાંકાનેરના યજ્ઞપુરુષનગર પાસેથી દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 6.15 લાખનો મુદામાલ કબ્જે
વાંકાનેર યજ્ઞપુરુષનગર પાસેથી પસાર થઈ રહેલી કારને રોકીને પોલીસે ચેક કરતા તેમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂ, મોબાઈલ અને કાર મળીને કુલ 6,15,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને હાલમાં એક શખ્સની ધરપકડ કરેલ છે અન્ય બે શખ્સના નામ સામે આવ્યો હોય કુલ ત્રણ સામે ગુનો નોંધીને બાકીના બે આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.
વાંકાનેર નેશનલ હાઈવે રોડ ઉપર તાલુકા પોલિસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે યક્ષપુરુષનગર ગામ પાસેથી કાર નંબર જીજે 3 જેસી 6751 પસાર થઈ રહી હતી ત્યારે તે કારને રોકીને પોલીસે ચેક કરતા તેમાંથી 550 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી 1.10 લાખની કિંમતનો દારૂ, 5 લાખની કિંમતની ગાડી અને એક મોબાઈલ ફોન આમ કુલ મળીને પોલીસે 6,15,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કાર ચાલક શામજીભાઈ ઉર્ફે વિજય સુખાભાઈ સારલા રહે. નળખંભા તાલુકો થાનગઢ વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન દારૂનો જથ્થો મોકલાવનાર દશરથભાઈ રમેશભાઈ કંઝારીયા રહે. સામતપર તાલુકો સાયલા અને મંગાવનાર તરીકે ઈર્શાદ ઉર્ફે ભૂરો રહે. મોરબી વાળાનું નામ સામે આવ્યું હોય ત્રણેય સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે બાકીના બે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
