વાંકાનેરના યજ્ઞપુરુષનગર પાસેથી દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 6.15 લાખનો મુદામાલ કબ્જે
હળવદ તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે
SHARE
હળવદ તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે
હળવદ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી દારૂના વેચાણના ગુનામાં સંડોવાયેલ શખ્સની સામે પાસાની દરખાસ્ત મુકવામાં આવી હતી જેને મજૂર કરવામાં આવતા પોલીસે પાસા હેઠળ તેની ધરપકડ કરીને જેલ હવાલે કરેલ છે.
હળવદ તાલુકા વિસ્તારમાં દેશી દારૂના ગુનામાં અનેક વખત પકડાયેલ એક શખ્સની પાસા દરખાસ્ત તૈયાર કરીને જિલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલવામાં આવી હતી જેને મંજૂર કરવામાં આવતા પાસા વોરંટ ઇશ્યૂ કરવામાં આવ્યું હતું જેથી હળવદ તાલુકા પીઆઇ આર.ટી.વ્યાસની સૂચના મુજબ સ્ટાફ દ્વારા પાસા હેઠળ મેરૂભાઈ બાબુભાઈ વિજવાડિયા રહે. માધાપર શેરી નં-1 કપિલા હનુમાન ચોક મોરબી વાળાને પકડવામાં આવેલ છે અને તેને જેલ હવાલે કરવામાં આવેલ છે.