મોરબીના એડ.જયેશભાઇ શાહની નોટરી તરીકે વરણી મોરબીના વિરપર ગામે બાપા સીતારામ મઢુલીએ ગણેશ ચતુર્થીની ઉજવણી મોરબીના મકનસર ગામે દવા પી ગયેલા આધેડનું મોત મોરબીની રાંદલ વિધાલયમાં ગાયત્રી પરિવાર દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લા પંચાયત અને કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આર્ટ કોમ્પિટિશન યોજાશે મોરબીના ખોખરા ધામ ખાતે વેદવિદ્યાલય-સંસ્કૃત મહાવિદ્યાલયના ૧૩ માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ મોરબી જલારામ ધામ દ્વારા મયુરનગરી કા રાજા ગણેશોત્સવમાં ભક્તોને લાઈવ પ્રસાદ વિતરણ માળિયા (મી) નજીક ટ્રક ચાલકે રિક્ષાને ઠોકર મારતા ફાંગોળાઈ ગયેલ યુવાનના બંને પગ ઉપરથી ટ્રકના વ્હીલ ફરી ગયા
Breaking news
Morbi Today

મોરબીમાં શ્રી મેજર ધ્યાનચંદની જન્મ જયંતી-નેશનલ સ્પોર્ટ્સ ડે અંતર્ગત સાયકલ રેલી યોજાશે


SHARE

















મોરબીમાં શ્રી મેજર ધ્યાનચંદની જન્મ જયંતી-નેશનલ સ્પોર્ટ્સ ડે અંતર્ગત સાયકલ રેલી યોજાશે

શ્રી મેજર ધ્યાનચંદની જન્મ જયંતી નિમિત્તે નેશનલ સ્પોર્ટ્સ ડે - ૨૦૨૫ અન્વયે મોરબી જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે. જે અન્વયે આ કાર્યક્રમોના સુચારૂ આયોજન બાબતે જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં કલેક્ટરએ ૨૯ થી ૩૧ ઓગસ્ટ દરમિયાન ૩ દિવસ વિવિધ કાર્યકમોના આયોજન તથા આ કાર્યક્રમો થકી જન જાગૃતિનો સંદેશ મળે તે પ્રકારે વિવિધ પ્રવૃત્તિઓ કરવા જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, નેશનલ સ્પોર્ટ્સ ડે-૨૦૨૫ ની ઉજવણી અન્વયે ૨૯ ઓગસ્ટના રોજ મોરબીમાં નવજીવન ન્યુ એરા પબ્લિક સ્કૂલ ખાતે મેજર ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે તથા શ્રેષ્ઠ ખેલાડીઓ અને રમતવીરોનું સન્માન કરવામાં આવશે. ઉપરાંત ખોખો, કબડ્ડી, યોગ તેમજ વિવિધ સ્થાનિક પરંપરાગત રમતોનું પણ આયોજન કરવામાં આવનાર છે. વિદ્યાર્થીઓને જાહેર જનતામાં પરંપરાગત રમતો પ્રત્યે રસ જાગૃત કરવા તથા સ્થાનિક રમત સંસ્કૃતિ જાળવવાના હેતુથી શાળાઓમાં રસ્તા ખેંચ લીંબુ ચમચી કોથળા દોડ ટેબલ ટેનિસ હોકી ફૂટબોલ વગેરે જેવી રમતોનું આયોજન કરવામાં આવશે. ૩૦ ઓગસ્ટના મોરબીમાં નવજીવન ન્યુ એરા પબ્લિક સ્કૂલ ખાતે રમત ગમત પ્રત્યે જાગૃતિ ફિટનેસ હેલ્થ અને સ્પોર્ટ્સ કેરિયર વિશે વિશેષ સમીનારનું આયોજન કરવામાં આવશે. રમત ગમત અંગે ચિત્ર સ્પર્ધા નિબંધ સ્પર્ધા ખેલાડીઓ અને શિક્ષકો વચ્ચે વાર્તાલાપ સહિતની પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. ૩૧ ઓગસ્ટ ના રોજ સ્વસ્થ જીવનશૈલી પર્યાવરણ સરક્ષણ અને રમતગમત પ્રત્યે જનજાગૃતિ ફેલાવવાના ઉમદા આશયથી જિલ્લા કક્ષાએ મોરબીમાં સાયકલ રેલીનો પણ આયોજન કરવામાં આવનારે છે. આ સાયકલ રેલીમાં જિલ્લાના પદાધિકારી, અધિકારીઓ ઉપરાત જિલ્લાની શાળાઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ, કોલેજ, સ્પોર્ટ્સ ક્લબ, એનજીઓ, યોગ બોર્ડ, રમતવીરો અને જિલ્લાના નાગરિકો બહોળા પ્રમાણમાં સહભાગી બનશે.




Latest News