મોરબીની યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજે યુનિવર્સિટીની બેડમિન્ટન સ્પર્ધામાં મેળવ્યો બીજો અને ત્રીજો ક્રમ
ટંકારામાં નવરાત્રિ પહેલા ગરબીના ચાચરચોક-ગટરના ઢાંકણાનુ રિપેરિંગ કરવા રજૂઆત
SHARE









ટંકારામાં નવરાત્રિ પહેલા ગરબીના ચાચરચોક-ગટરના ઢાંકણાનુ રિપેરિંગ કરવા રજૂઆત
ટંકારા ભાજપના આગેવાન ભાવિન સેજપાલ અને નવગરબી દુર્ગા મંડળના યુવા પ્રમુખ રણજીતભા ગઢવી દ્વારા ટંકારા નગરપાલિકાને નવરાત્રિ પહેલા ગરબીના ચાચર ચોકમાં અને ગટરના ઢાંકણા રીપેર કરવા માટેની રજૂઆત કરવામાં આવેલ છે. હાલમાં જે રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, ભૂગર્ભ ગટરની કુંડીઓ અને પેવર બ્લોકનું રિપેરીંગ કામ કરવામાં આવે તે જરૂરી છે. અને ગરબીમાં રમવા આવતી બાળાઓ અને બહેનોને સુરક્ષિત અને સરળ વાતાવરણ મળી રહે તે માટે ચચાર ચોક તાત્કાલિક અસર રિપૅર કરવામાં આવે તેવી માંગ કરી છે.
