ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

મોરબી : દ્વારકાધીશ યુવા ગ્રુપ દ્રારા નાની વાવડી ગામે સનાતન કા રાજા, ગુ.હા.બોર્ડ માં આજે રાતે 'કમો' કરશે જમાવટ


SHARE













મોરબી : દ્વારકાધીશ યુવા ગ્રુપ નાની વાવડી દ્વારા આયોજિત સનાતન કા રાજા

દ્વારકાધીશ યુવા ગ્રુપ નાની વાવડી દ્વારા ગણેશ ઉત્સવ નિમિતે સનાતન કા રાજા નું આયોજન કરવામાં આવ્યું છે.હિંદુ ધર્મની પરંપરા મુજબ ઉજવાતા આ ઉત્સવમાં ૧૦ દિવસ સૌ કોઈ ભગવાન શ્રી ગણેશ દરેક મનોકામના પૂર્ણ કરે તેવી પ્રાર્થના કરી દર્શનનો લાભ મેળવતા હોય છે.વિઘ્નહર્તા પાસે દરેક વિધ્ન દૂર થાય અને જીવનમાં કાયમ સુખ-શાંતિ બની રહે તેવી પ્રાર્થના કરતા હોય છે ત્યારે દ્વારકાધીશ યુવા ગ્રુપ નાની વાવડી દ્વારા હિંદુ ધર્મના તહેવારોની પરંપરાનું જતન કરવા માટે પ્રથમ વખત "સનાતન કા રાજા"નું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી હાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશ મહોત્સવમાં આજે રાત્રે કમો જમાવટ કરશે

મોરબીના નવા હાઉસિંગ બોર્ડ ખાતે હાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશ મહોત્સવમાં આજે રાત્રે 9:30 વાગ્યે સૌરાષ્ટ્ર અને આપણા ગુજરાતમાં પ્રખ્યાત એવા કમો હાસ્યની રમઝટ બોલાવશે.

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ન્યુ હાઉસિંગ બોર્ડ ખાતે હાઉસિંગ બોર્ડ કા રાજા નામના ગણેશ મહોત્સવનું સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તાર દ્વારા અયોજન કરવામાં આવ્યું છે. જેમાં  દરરોજ વિધ્નહર્તાની પૂજા અર્ચના, આરતી કરીને આરાધના કરવામાં આવે છે. ત્યારે આજે આ હાઉસિંગ બોર્ડ કા રાજા  ગણેશ મહોત્સવમાં આજે રાત્રે સૌરાષ્ટ્ર અને આપણા ગુજરાતમાં પ્રખ્યાત એવો કમો હાસ્યની રમઝટ બોલાવશે. આ  કમાના હાસ્ય શોને નિહાળવા દરેક ધર્મપ્રેમી જનતાને ભાવભીનું નિમંત્રણ પાઠવ્યું છે.






Latest News