મોરબીના વૃદ્ધની સોનાની લગડી જેવી કિંમતી જમીન પચાવી પાડવા માટે કૌભાંડ કરનારાઓ સામે ગુનો નોંધવા કોર્ટનો આદેશ
SHARE









મોરબીના વૃદ્ધની સોનાની લગડી જેવી કિંમતી જમીન પચાવી પાડવા માટે કૌભાંડ કરનારાઓ સામે ગુનો નોંધવા કોર્ટનો આદેશ
હાલમાં મોરબી જિલ્લામાં બોગસ કાગળો કરી ખેડૂતોની સોનાના લગડી જેવી કીમતી જમીન પચાવી પાડવાના અનેક કિસ્સાઓ જગજાહેર છે. તેવામાં વધુ એક કિસ્સો સામે આવેલ છે જેમા મોરબીના નવાગામ (લગધીરનગર) ના ખેડૂતની કિંમતી જમીન પચાવી પાડવા માટે થઈને કૌભાંડ કરવામાં આવ્યું હતું જેની પોલીસ વિભાગ દ્વારા જે તે સમયે ફરિયાદ લેવામાં ન આવતા કોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા હતા અને કોર્ટે તમામ આધાર પુરાવા અને ફરિયાદીના વકીલની દલીલને ધ્યાને રાખીને આ બનાવમાં તમામ સામે ગુનો દાખલ કરવા માટે આદેશ કર્યો છે
મોરબીના નવાગામના ખેડુત પ્રભુભાઈ નથુભાઈ દેત્રોજા (71) ની ગાંધીનગર જિલ્લાના કાલોલ તાલુકાનાં મોજે જાસપુર ગામ ના રેવન્યુ સર્વે નંબર 252 અને 161 ની કરોડોની કિંમતની જમીન પચાવી પાડવા ડો. કનૈયાલાલ સુદરજી દેત્રોજા, (એમ.ડી. GLDC) તથા તેનો દીકરો વિશ્વાસ દેત્રોજા, ગુરુકૃપા હોટલના ભાગીદાર ઉપેન્દ્ર ભાગવાનજી કસુંદ્રા તથા આર.ડી.સી. બેન્ક ગ્રામ્ય સાખા મોરબી મોરબીના કર્મચારીઓએ પૂર્વ આયોજિત સડયંત્ર કર્યુ હતુ અને એકબીજા સાથે મેળાપીપણું કરીને બોગસ અને બનાવટી ડૉક્યુમેન્ટને સાચા તરીકે રજૂ કરીને ખોટી સમજ આપીને પ્રભુભાઈ નથુભાઈ દેત્રોજાની કીમતી જમીનના રેકર્ડમાં પોતાનું નામ દાખલ કરાવી નાખ્યુ હતુ તથા અવેજની રકમ 1.61 કરોડનું ટ્રાન્જેકશન દેખાડવા ખાતા ધારકની જાણ વિના બારોબાર બેન્ક કર્મચારીની મદદ થી ચેકબુક મેળવી હતી અને ખાતા ધારકની ખોટી સહીઓ કરીને કરોડો ની રકમનું આર.ટી.જી.એસ. ટ્રાજેક્સન કરી ગૂનો કર્યો હતો.
જે બનાવની વર્ષ 2022 માં ફરિયાદીએ પ્રથમ પી.આઈ. એ ડિવિજન મોરબી તેમજ પોલીસ અધિક્ષક ને લેખિત ફરિયાદ આપેલ હતી. પરંતુ અંદાજે પાંચ થી છ મહિના બાદ પણ ફરિયાદ બનતી નથી (ગુનો નથી બનતો) તેવું પોલીસએ રિપોર્ટમાં જણાવેલ હતું જેથી વર્ષ 2023 માં ફરિયાદીએ પોતાના વકીલ મારફતે મોરબીના કોર્ટ માં સી.આર.પી.સી. કલમ 156(3) મુજબ, આઈ. પી. સી. કલમ 420, 465, 467, 468, 471, 120બી, 114, 34 વિગેરે મુજબ ફરિયાદ દાખલ કરવા અરજ કરેલ હતી.જે અનુસંધાને કોર્ટે તમામ પુરાવા અને મેરીટને ધ્યાનમાં લઈ વકીલની દલીલને ધ્યાને લઈ તેમજ ફોરેન્સિક ડિપાર્ટમેંટ (હેન્ડ સઇટિંગ એક્સપર્સ્ટ ) ના રિપોર્ટ આધારે તેમજ સી. સી ટી.વી. ફૂટેજ વગેરે ને ધ્યાનેમાં લઈને મોરબીના મહે. એડી.ચીફ. જ્યુડિ. મેજી, સાહેબની કોર્ટે આખરી હુકમ કરી સી.આર.પી.સી. કલમ 156(3) ના મુજબ તમામ જવાબદાર વ્યક્તિ, જવાબદાર બેન્ક કર્મચારી, તેમજ તપાસમાં જે જે ખૂલે તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાનો હુકમ કરેલ છે.
