મોરબીના સિનિયર વકીલ રાજેશભાઈ બદ્રકિયાની નોટરી તરીકે નિમણૂક કરાઇ
SHARE









મોરબીના સિનિયર વકીલ રાજેશભાઈ બદ્રકિયાની નોટરી તરીકે નિમણૂક કરાઇ
મોરબી ગુર્જર સુથાર જ્ઞાતિના પ્રથમ વકીલ, ગુર્જર સુથાર વિદ્યાર્થી ભવનના ભૂતપૂર્વ ઉપપ્રમુખ, ખજાનચી, ટ્રસ્ટી, મોરબી બાર એસો.ના ભૂતપૂર્વ સેક્રેટરી, મોરબી જિલ્લા ચાઇલ્ડ વેલફેર કમિટીના પ્રથમ ચેર પર્સન, મોરબી જિલ્લા ટ્રાફિક એજ્યુકેશનના સેક્રેટરી તથા જુવેનાઈલ જસ્ટિસ બોર્ડના મેમ્બર રાજેશભાઈ હિરાલાલ બદ્રકિયાની ભારત સરકાર નવી દિલ્હી દ્વારા નોટરી તરીકે નિમણૂક કરવામાં આવેલ છે.
હાલમાં રાજેશભાઈ બદ્રકિયાની નોટરી તરીકે નિમણૂક થતાં તેઓને મિત્રો, વકીલો સહિતનાઓ તરફથી મો.નં. 9825421031 ઉપર શુભકામનાઓ આપવામાં આવી રહી છે. તેઓ 1981 થી આર.એસ.એસ. સાથે સંકળાયેલા છે. જેઓ હાલ મોરબી જિલ્લાના આર.એસ.એસ.ના સામાજિક સદભાવ વિષયના સંયોજક તરીકે જવાબદારી વહન કરી રહ્યા છે. અને આર.એસ.એસ. મોરબી જિલ્લાની બૌદ્ધિક, સંપર્ક, પ્રચાર, સહ કાર્યવાહ જેવી વિવિધ જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે
