મોરબીના સિનિયર વકીલ રાજેશભાઈ બદ્રકિયાની નોટરી તરીકે નિમણૂક કરાઇ
હળવદ તાલુકામાં દારૂના ગુનામાં પકડાયેલા બે શખ્સ પાસા હેઠળ જેલહવાલે
SHARE









હળવદ તાલુકામાં દારૂના ગુનામાં પકડાયેલા બે શખ્સ પાસા હેઠળ જેલહવાલે
હળવદ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી દારૂના વેચાણના ગુનામાં અગાઉ પકડાયેલા બે શખ્સની પાસા દરખાસ્ત મૂકવામાં આવી હતી જેને મંજૂર કરવામાં આવતા પોલીસે બંને શખ્સની પાસા હેઠળ ધરપકડ કરીને તેને જેલ હવાલે કરેલ છે.
હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ સામે પાસા દરખાસ્ત મૂકવામાં આવી હતી જેને જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા મંજૂર કરવામાં આવેલ છે જેથી કરીને હળવદ પોલીસે અશ્વિન ચંદુભાઈ ખાંભડીય અને કિશન બેચરભાઈ ખાંભડીયા રહે. બંને સુંદરગઢ હળવદ વાળાની પાસા હેઠળ ધરપકડ કરેલ છે અને તે બંનેને પાસા હેઠળ જેલ હવાલે કરવામાં આવેલ છે.
