મોરબીમાં રહેતા યુવાન સાથે ઈન્સ્ટાગ્રામમાં મેસેજથી વાતચીત કર્યા બાદ યુવતી સહિત કુલ 5 વ્યક્તિઓ દ્વારા 12 લાખની માંગણી ! વાંકાનેરમાં બંધ મકાનને નિશાન બનાવીને રોકડ તથા સોના-ચાંદીના દાગીના મળી 3.55 લાખના મુદ્દામાલની ચોરી વાંકાનેરના લાલપર પાસે કાર ચાલકે સ્કૂટીને પાછળથી ટક્કર મારતા યુવાનને માથામાં હેમરેજ અને ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા ટંકારા નજીક કાર પલટી જતા સર્જાયેલ અકસ્માતમાં 2 યુવાનોના મોત મામલે મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં રેલવેના પાટા ક્રોસ કરતા વૃદ્ધ ટ્રેનની ઝડપે ચડી જતા મોત મોરબીના ડાયમંડનગર પાસેથી જુદી જુદી 2 બોલેરો ગાડીમાંથી 16 નંગ પાડા-પાડીને કતલખાને લઈ જતા બચાવ્યા મોરબી : જાગો ગ્રાહક જાગો યોજનાની સાર્થક કરવા ન્યાયમૂર્તિ પી.સી.રાવલને એક્ષટેન્શન આપવા માંગ રાજકોટથી મોરબી આવી રહેલા કાર રોડ ઉપર 8થી 10 પલટી ખાઈ જતાં કારમાં બેઠેલા 3 પૈકીનાં 2 યુવાનોના મોત
Breaking news
Morbi Today

મોરબીમાં કારખાનેદારે કરેલ આપઘાતના કેસમાં પડકાયેલ મહિલા સહિત બે આરોપીના રિમાન્ડ મંજૂર


SHARE































મોરબીમાં કારખાનેદારે કરેલ આપઘાતના કેસમાં પડકાયેલ મહિલા સહિત બે આરોપીના રિમાન્ડ મંજૂર

મોરબીમાં રહેતા કારખાનેદાર દ્વારા ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો અને તેની સ્યૂસાઇટ નોટ લખી હતી જેના આધારે પોલીસે એક મહિલા સહિત કુલ 6 વ્યક્તિની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી. જે ગુનામાં પકડાયેલ એક મહિલા સહિત બે આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે બંનેના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

ટંકારાના ઉમિયાનગર ગામે રહેતા પ્રકાશભાઇ કુંવરજીભાઈ ભાડજા (42) એ થોડા સમય પહેલા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના સાળાના ચાર ભાગીદાર અમીતભાઈ વશરામભાઇ ચારોલા, ભાવેશભાઇ બાબુભાઇ વીડજા, બીપીનભાઈ મનસુખભાઈ દેત્રોજા, મનોજભાઇ હરખાભાઇ સાણંદીયા તથા અમદાવાદની એક મહિલા અને અર્ચીતભાઇ મહેતા રહે. ગાંધીનગર વાળાની સામે ફરિયાદ કરી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, ફરિયાદીના બનેવી અને સાળા અશોકભાઇ નાનજીભાઈ પાડલિયા (42) રહે. લક્ષ્મીનાયારણ સોસાયટી એકતા પેલેસ-એ ફ્લેટ નં.201 ગોલ્ડન માર્કેટ પાછળ રવાપર વાળાએ ઝેરી દવા પી લેતા તેને મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને સારવાર દરમ્યાન તેમનું મોત નીપજયું હતું જો કે, તેણે લખેલ સુસાઇટ નોટ લખી હતી જેમાં તેના ચાર ભાગીદાર તેમજ મહિલા સહિત કુલ 6 લોકોનો નામ જોગ ઉલ્લેખ હતો. જેમાં તેણે લખ્યું હતું કે તેના ચાર ભાગીદાર પાસેથી 4.30 કરોડ રૂપિયા લેવાના હતા જે આપતા ન હતા અને ધમકી આપતા હતા તેમજ અમદાવાદની મહિલા આરોપી સાથે ફરિયાદીના મૃતક સાળા અશોકભાઇને પ્રેમ સબંધ હોય જેનો ફાયદો ઉઠાવીને તે મહિલા અને અર્ચીતભાઇ મહેતા રહે. ગાંધીનગર વાળાએ ભેગા મળી ફરિયાદીના સાળાને ઇમોશનલ બ્લેક મેઇલ કરીને ધમકી આપી હતી અને તેની પાસેથી પૈસા પડાવીને માનસીક ત્રાસ આપ્યો હતો. જે ગુનામાં એ ડિવિઝનના પીઆઇ આર.એસ. પટેલ અને તેની ટીમે આરોપી અર્ચીતભાઇ નિતિનભાઈ મહેતા (43) રહે. સેકટર-1 ગાંધીનગર અને મનીષાબેન કિરણભાઈ ગોહિલ (35) રહે. આર્યવિલા એપાર્ટમેંટ આનંદ પાર્ટી પ્લોટ પાસે રાણીપ અમદાવાદ વાળાની ધરપકડ કરી હતી અને રિમાન્ડની માંગણી સાથે તેણે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.












Latest News