મોરબીમાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ 2 મહિલા સહિત 6 આરોપી જેલ હવાલે
મોરબીમાં વિટ્રીફાઇડ એસો.ના પ્રમુખે ટીબીના 200 દર્દીઓને પોષણ યુક્ત રાશન કીટનું વિતરણ કર્યું
SHARE









મોરબીમાં વિટ્રીફાઇડ એસો.ના પ્રમુખે ટીબીના 200 દર્દીઓને પોષણ યુક્ત રાશન કીટનું વિતરણ કર્યું
પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ટીબીના જરૂરિયાત મંદ દર્દીઓને જો દવાની સાથે- સાથે પોષણ યુકત આહર પણ મહી રહે તો તેઓ જલ્દીથી રોગમાંથી સ્વસ્થ થઈ શકે છે. આવા ઉમદા હેતુથી મોરબીના વિટ્રીફાઇડ એસોસિએશનના પ્રમુખ તથા બ્લુઝોન વોલ & વિટ્રીફાઇડ કંપનીના ઓનર મનોજભાઈ એરવાડીયાએ મોરબી તાલુકામાં ટી.બી.ની દવા શરૂ હોય તેવા 200 જરૂરિયાત મંદ દર્દીઓને પોષણ યુક્ત કીટ આપી હતી અને ટીબીના દર્દીઓ પ્રત્યે સહાનુભૂતિ દાખવી તેઓને મદદ રૂપ થયા છે.
સમાજના આવા શુભચિંતકો ટીબી મુક્ત ભારત અને સ્વસ્થ ભારત. બનાવવા માટેનું ઉત્ક્રુષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે. પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત કીટ વિતરણના આ કાર્યક્રમમાં જિલ્લા ક્ષય અધિકારી ડૉ. ધનસુખ અજાણાએ દર્દીઓને જરૂરી માર્ગદર્શન પુરું પાડેલ હતું તથા કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી તાલુકા હેલ્થ સુપરવાઈઝ શૈલેષભાઇ પારજીયા, સુપરવાઈઝર દીપકભાઈ પટેલે તેમજ જીલ્લા ક્ષય કેન્દ્રના સમગ્ર સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી
