મોરબીમાં કારખાનેદારે કરેલ આપઘાતના ગુનામાં પકડાયેલ મહિલા સહિત બે આરોપી જેલ હવાલે
મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના દેવનભાઈ રબારીના પુત્રના જન્મદિવસની સેવાકાર્ય દ્વારા ઉજવણી
SHARE









મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના દેવનભાઈ રબારીના પુત્રના જન્મદિવસની સેવાકાર્ય દ્વારા ઉજવણી
યંગ ઇન્ડિયા ગ્રુપની પરંપરા છે કે જન્મદિવસની ઉજવણી કંઈક અલગ રીતે સામાજિક ચેતના જાગૃત કરતી અને સામાજિક નિસ્બત સંબંધી ઉજવણી કરી મનાવવો.જેથી ગૃપના દેવેનભાઇ રબારીના પુત્ર ચિ.મયંકના જન્મદિવસ નિમિતે યંગ ઇન્ડિયા ગ્રુપની પરંપરા અનુસાર જન્મદિવસની અનોખી ઉજવણીના ભાગરૂપે "આપવાનો આનંદ" કાર્યક્રમ હેઠળ મોરબી શહેર વિસ્તારમાં આવેલ ઝૂંપડપટ્ટી તથા છેવાડાના વિસ્તારનાં બાળકોમાં સામાજિક સમરસતા કેળવાય તેવા હેતુથી બાળકોને ભાવતા પીઝા અને દાબેલી સહિતનું ભાવતુ ભોજન કરાવીને તેમજ જન્મદિવસે ગાય માતાની સેવા કરીને આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવ્યા હતા.જન્મદિવસની ઉજવણી કરીને આપવાનો આનંદ મેળવી ઈશ્વર સમાન બાળકોને રાજી કરીને ચિ.મયંક નો જન્મદિવસ ઉજવાયો હતો.આ રીતે જ આવો આનંદ બીજા લોકો પણ પોતાના પ્રિયજનોના જન્મદિનના અવસરે અનોખી રીતે આપવાનો આનંદ મેળવીને લે તેવી અભિયર્થના વ્યક્ત કરવામાં આવી હતી
