મોરબી નગર પાલિકાનાં વોર્ડ નં. ૧૨ લીલાપર-કેનાલ મેઇન રોડ ઉપર નવી સ્ટ્રીટ લાઇટ નાખવા માંગ મોરબીમાં ચેક રિટર્નના કેસમાં આરોપીને 1 વર્ષની સજા, બમણી રકમનો દંડ ​​​​​​​મોરબીમાં રાઘવજીભાઈ ગડારાના અધ્યક્ષ સ્થાને ગડારા પરિવારનું સ્નેહ મિલન યોજાયું મોરબીમાં તૂટેલા નાલા મુદે નારાજ લોકોએ રસ્તો ચક્કાજામ કરીને બોલાવી રામધુન મોરબીમાં જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યની હાજરીમાં રવિ કૃષિ મહોત્સવ યોજાયો ચરાડવા ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત મહિલા યુવા કલ્યાણ દિવસનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરમાં મચ્છુ નદી ઉપર પુલ વહેલી તકે બનાવી આપવાની મ્યુનિ.કમિશ્નરની સાંસદની હાજરીમાં ખાત્રી મોરબીના બેલાથી ભરતનગર સુધી સીસી રોડ બનાવવાના કામનો વર્ક ઓર્ડર અપાયો: સિરામિક એસો.
Breaking news
Morbi Today

મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે ઓફિસમાં જુગાર રમતા છ ઝડપાયા, 1.04 લાખની રોકડ કબજે


SHARE













મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ એપાર્ટમેન્ટના ચોથા માળે ઓફિસમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા છ વ્યક્તિ મળી આવ્યા હોય પોલીસે 1,04,000 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.

મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે જગદીશભાઈ ડાંગર અને સંજયભાઈ રાઠોડને મળેલ સંયુક્ત બાતમી આધારે મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ લઝરીયર્સ એપાર્ટમેન્ટના ચોથા માળે ઓફિસ નંબર 429 માં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા જયદીપકુમાર કરમશીભાઈ પટેલ રહે. આલાપાર્ક મોરબી, પ્રથમભાઈ દેવાયતભાઈ બોરીચા રહે શ્રી રામ પાર્ક સમજુબા સ્કૂલ ની બાજુમાં નાનીવાવડી, જયભાઈ રાજુભાઈ પટેલ રહે. ગોકુલ એપાર્ટમેન્ટ પંચાસર રોડ મોરબી, દીપભાઈ કમલેશભાઈ પટેલ રહે નવજીવન સોસાયટી મોરબી, સાવનભાઈ ધીરજલાલ પટેલ રહે જુના ઘુટુ અને યશભાઈ રમેશભાઈ પટેલ રહે રામકો બંગ્લોઝ બ્લોક નંબર 501 મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 1,04,000 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધાયો છે




Latest News