વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય
Breaking news
Morbi Today

મોરબીમાં કારખાનેદારે કરેલ આપઘાતના ગુનામાં પકડાયેલ મહિલા સહિત બે આરોપી જેલ હવાલે


SHARE









મોરબીમાં કારખાનેદારે કરેલ આપઘાતના ગુનામાં પકડાયેલ મહિલા સહિત બે આરોપી જેલ હવાલે

મોરબીમાં રહેતા કારખાનેદાર દ્વારા ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો અને તેની સ્યૂસાઇટ નોટ લખી હતી જેના આધારે પોલીસે એક મહિલા સહિત કુલ 6 વ્યક્તિની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી. જે ગુનામાં પકડાયેલ એક મહિલા સહિત બે આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ પૂરા થતાં બંને આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ છે.

ટંકારાના ઉમિયાનગર ગામે રહેતા પ્રકાશભાઇ કુંવરજીભાઈ ભાડજાએ થોડા સમય પહેલા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના સાળાના ચાર ભાગીદાર અમીતભાઈ વશરામભાઇ ચારોલા, ભાવેશભાઇ બાબુભાઇ વીડજા, બીપીનભાઈ મનસુખભાઈ દેત્રોજા, મનોજભાઇ હરખાભાઇ સાણંદીયા તથા અમદાવાદની એક મહિલા અને અર્ચીતભાઇ મહેતા રહે. ગાંધીનગર વાળાની સામે ફરિયાદ કરી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, ફરિયાદીના બનેવી અને સાળા અશોકભાઇ નાનજીભાઈ પાડલિયા (42) રહે. લક્ષ્મીનાયારણ સોસાયટી એકતા પેલેસ-એ ફ્લેટ નં.201 ગોલ્ડન માર્કેટ પાછળ રવાપર વાળાએ ઝેરી દવા પી લેતા તેને મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને સારવાર દરમ્યાન તેમનું મોત નીપજયું હતું જો કે, તેણે લખેલ સુસાઇટ નોટ લખી હતી જેમાં તેના ચાર ભાગીદાર તેમજ એક મહિલા સહિત કુલ 6 લોકોનો નામ જોગ ઉલ્લેખ હતો. જેમાં તેણે લખ્યું હતું કે તેના ચાર ભાગીદાર પાસેથી 4.30 કરોડ રૂપિયા લેવાના હતા જે આપતા ન હતા અને ધમકી આપતા હતા તેમજ અમદાવાદની મહિલા આરોપી સાથે ફરિયાદીના મૃતક સાળા અશોકભાઇને પ્રેમ સબંધ હોય જેનો ફાયદો ઉઠાવીને તે મહિલા અને અર્ચીતભાઇ મહેતા રહે. ગાંધીનગર વાળાએ ભેગા મળી ફરિયાદીના સાળાને ઇમોશનલ બ્લેક મેઇલ કરીને ધમકી આપી હતી અને તેની પાસેથી પૈસા પડાવીને માનસીક ત્રાસ આપ્યો હતો. જે ગુનામાં એ ડિવિઝનના પીઆઇ આર.એસ.પટેલ અને તેની ટીમે આરોપી અર્ચીતભાઇ નિતિનભાઈ મહેતા રહે. સેકટર-1 ગાંધીનગર અને મનીષાબેન કિરણભાઈ ગોહિલ રહે. આર્યવિલા એપાર્ટમેંટ આનંદ પાર્ટી પ્લોટ પાસે રાણીપ અમદાવાદ વાળાની ધરપકડ કરીને બંનેને રિમાન્ડ ઉપર લેવામાં આવેલ હતા અને રિમાન્ડ પૂરા થતાં બંને આરોપીને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે.




Latest News