મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે ઓફિસમાં જુગાર રમતા છ ઝડપાયા, 1.04 લાખની રોકડ કબજે
વાંકાનેરના મેસરીયા ગામે વાડીમાં રેઢિયાળ ઢોર પૂરતા શખ્સોને ઠપકો આપનાર મહિલા અને તેને દીકરાને બે મહિલા સહિત ચાર લોકોએ મારમાર્યો
SHARE









વાંકાનેરના મેસરીયા ગામે વાડીમાં રેઢિયાળ ઢોર પૂરતા શખ્સોને ઠપકો આપનાર મહિલા અને તેને દીકરાને બે મહિલા સહિત ચાર લોકોએ મારમાર્યો
વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે યુવાનની વાડીમાં રેઢિયાળ ઢોર પૂરતા શખ્સોને યુવાનની માતાએ ઠપકો આપ્યો હતો જે તેઓને સારું નથી લાગતા બે શખ્સોએ યુવાન અને તેની માતાને ગાળો આપી હતી અને ત્યારબાદ લોખંડના પાઇપ વડે હુમલો કરીને યુવાનને માર માર્યો હતો તેમજ બે મહિલાઓએ યુવાનની માતાને ઢીકાપાટુનો મારમાર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે મહિલા સહિત ચાર વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
વાંકાનેરના નવાપરા મેસરીયા ખાતે રહેતા મહેશભાઈ હીરાભાઈ કુમખાણીયાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રાજેશભાઈ શંકરભાઈ ભુસડીયા અને દિનેશભાઈ શંકરભાઈ ભુસડીયા તથા તે બંનેના પત્નીઓની સામે નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, રાજેશભાઈ અને દિનેશભાઈ તેઓની વાડીમાં રેઢિયાળ ઢોરને પૂરતા હતા જે બાબતે ફરિયાદીના માતાએ તે બંનેને ઠપકો આપ્યો હતો જે તેઓને સારું નથી લાગતા ફરિયાદી તથા તેના માતા વાડીએથી ગામમાં પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા દરમિયાન રામદેવપીરના મંદિર પાસે રાજેશભાઈ અને દિનેશભાઈએ ફરિયાદી અને તેની માતાને ગાળો આપી હતી અને ઢિકાપાટુનો મારમાર્યો હતો તેમજ રાજેશભાઈએ ફરિયાદીને લોખંડના પાઈપથી માથામાં જમણી બાજુએ એક ઘા મારીને ઇજા કરી હતી જ્યારે રાજેશભાઈ અને દિનેશભાઈના પત્નીએ ફરિયાદીના માતાને ઢીકાપાટુનો માર મારીને શરીરને ઇજા પહોંચાડી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ભોગ બનેલા યુવાન અને તેની માતાને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
