મોરબી નજીક અકસ્માત સર્જીને કૌટુંબિક કાકા-ભત્રીજાનું મોત નિપજાવનાર ટ્રક કન્ટેનર ચાલક સામે ગુનો નોધાયો
SHARE









મોરબી નજીક અકસ્માત સર્જીને કૌટુંબિક કાકા-ભત્રીજાનું મોત નિપજાવનાર ટ્રક કન્ટેનર ચાલક સામે ગુનો નોધાયો
મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર લાલપર નજીકથી બે દિવસ પહેલા સવારના સમયે ડબલ સવારી બાઇક પસાર થઈ રહ્યું હતું તે બાઇકને ટ્રક કન્ટેનરના ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં કૌટુંબી કાકા-ભત્રીજાનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈએ ટ્રક કન્ટેનરના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના લક્ષ્મીનગર ગામે ચામુંડા માતાજીના મંદિર પાસે રહેતા રાજેશભાઈ પ્રેમજીભાઈ ભંખોડીયા (35)એ ટ્રક કન્ટેનર નંબર જીજે 12 એઝેડ 3270 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ લાલપર ગામ નજીક પ્રિયા ગોલ્ડ સિરામિક કારખાના પાસેથી ફરિયાદીના ભાઈ રમેશભાઈ પ્રેમજીભાઈ ભંખોડીયા (38) તથા તેના કૌટુંબિક કાકા પ્રેમજીભાઈ મેઘજીભાઈ ભંખોડીયા (50) બાઈક નંબર જીજે 36 એએમ 8957 ઉપર તરણેતરના મેળામાંથી પરત લક્ષ્મીનગર ગામ તરફ આવી રહ્યા હતા ત્યારે ટ્રક કન્ટેનરના ચાલકે તેઓના ડબલ સવારી બાઇકને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદીના ભાઈ તથા કૌટુંબિક કાકાને ગંભીર ઇજા થઈ હોવાથી તે બંનેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક કન્ટેનરમાં ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
