મોરબી નજીક અકસ્માત સર્જીને કૌટુંબિક કાકા-ભત્રીજાનું મોત નિપજાવનાર ટ્રક કન્ટેનર ચાલક સામે ગુનો નોધાયો
મોરબીમાં 10 હજારની કિંમતની દારૂની 3 બોટલ સાથે 2 શખ્સ પકડાયા
SHARE









મોરબીમાં 10 હજારની કિંમતની દારૂની 3 બોટલ સાથે 2 શખ્સ પકડાયા
મોરબીના લાલપર નજીક સિરામિક સીટીમાંથી પસાર થઈ રહેલા બે શખ્સને પોલીસ દ્વારા રોકીને ચેક કરવામાં આવ્યા હતા ત્યારે તેની પાસેથી દારૂની મોંધીદાટ ત્રણ બોટલ મળી આવી હતી જેથી કરીને 10 હજાર રૂપિયાની કિંમતની દારૂની બોટલો પોલીસે કબજે કરી હતી અને બે આરોપીને પકડવામાં આવેલ છે અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુદાજુદા બે ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ કરી છે.
મોરબીના લાલપર ગામ પાસે આવેલ સિરામિક સીટી જી-1 એપાર્ટમેન્ટ પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની બે મોંઘીદાટ બોટલો મળી આવી હતી જેથી 7000 રૂપિયાની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને આરોપી હિરેનભાઈ શેતલકુમાર યાદવ (22) રહે. સિરામિક સીટી જી-1 એપાર્ટમેન્ટ બ્લોક નંબર 104 લાલપર મોરબી મૂળ રહે અમદાવાદ વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક દરમિયાન આ દારૂની બોટલો તેણે જગદીશભાઈ સવસેટા રહે. મોરબી વાળા પાસેથી મેળવી હોવાનું સામે આવ્યું હતું જેથી બંને સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને માલ આપનાર શખ્સને પકડવા માટે તજવીજ શરૂ કરે છે આવી જ રીતે મોરબીના સિરામિક સિટીમાં એફ-1 એપાર્ટમેન્ટ પાસે જાહેરમાંથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી પણ દારૂની મોંઘીદાટ 1 બોટલ મળી આવતા પોલીસે 3000 રૂપિયાની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને આરોપી હરિભાઈ કુમારપાલસિંહ લોધી (31) રહે. સિરામિક સીટી એફ-1 એપાર્ટમેન્ટ બ્લોક નંબર 603 મોરબી મૂળ રહે ઉત્તરપ્રદેશ વાળાની ધરપકડ કરી હતી અને આ બંને શખ્સોની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુના નોંધાયેલ છે.
વરલી જુગારની બે રેડ
મોરબીના જુના ઘૂટું રોડ ઉપર સિમ્પોલો કારખાનાની મજુરની ઓરડી પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હતા ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વિકાસભાઈ અનિલભાઈ લોરીયા (21) રહે. વીસીપરા મોરબી વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય 470 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી આવી જ રીતે લાલપર ગામના બસ સ્ટેશન પાસે વરલી જુગારની રેડ કરી હતી ત્યારે ભુપતભાઈ મોહનભાઈ ચૌહાણ (32) રહે. જેતપર મોરબી રોડ ભાગ્યલક્ષ્મી હોટલ પાછળ મૂળ રહે. સાપકડા વાળો મળી આવ્યો હોય પોલીસે 630 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બંને ગુના નોંધાયા છે.
